Rahul Gandhi in Trouble After Chowkidar Chor Hai Remark
  • Home
  • Featured
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો ભારે પડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો ભારે પડ્યો

 | 8:38 pm IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા માટે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અવારનવાર ‘ચોકીદાર ચોર હૈ’ કટાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના આજ કટાક્ષ શબ્દ તેમને ભારે પડી ગયો છે. જેમાં આ મામલે તેમના વિરુદ્ધ કેસ થઇ શકે ત્યાં સુધી વાત પહોચી ગઇ છે.

આ બાબતમાં થયું છે એવું કે રાહુલ ગાંધી દ્વારા વારંવાર સભા સંબોધનમાં વડાપ્રધાન માટે ‘ચોકીદાર ચોર હૈ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે મુંબઇ સ્થિત સુરક્ષા ગાર્ડ સંઘ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને ત્યાં સુધીની માહિતી મુંબઇ પોલીસ દ્વારા મળી છે કે આ મામલે મુંબઇ પોલીસને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાની અરજી મળી છે.

આ મામલે મંગળવારે એક પોલીસ અધિકારી જણાવે છે કે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યૂનિયન દ્વારા બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી સુરક્ષા ગાર્ડનું અપમાન થયું છે. આ મામલે યૂનિયનના અધ્યક્ષ સંદીપ ઘુગે જણાવે છે કે પોલીસ દ્વારા રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઇએ જેના કારણે સુરક્ષા ગાર્ડને અપમાનિત કરી રહેલા આ પ્રકારના નારાને અટકાવી દેવામાં આવે.

રાહુલ ગાંધી ઘણીવાર વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર કેટલાક મુદ્દાઓને લઇને શાબ્દિક પ્રહાર કરતા હોય છે અને પોતાના સંબોધનમાં ‘ચોકીદાર ચોર હૈ’ના શબ્દનો ઉપયોગ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન