રાહુલ ગાંધી `ચૂંટણી-મોડ’માં, આંધ્ર માટે આપ્યું પ્રથમ પ્રોમીસ - Sandesh
  • Home
  • Uncategorized
  • રાહુલ ગાંધી `ચૂંટણી-મોડ’માં, આંધ્ર માટે આપ્યું પ્રથમ પ્રોમીસ

રાહુલ ગાંધી `ચૂંટણી-મોડ’માં, આંધ્ર માટે આપ્યું પ્રથમ પ્રોમીસ

 | 5:45 pm IST

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગણી સાથે દેખાવો યોજી રહેલા ટીડીપીના કાર્યકરો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતાં. આ માટે દેખાવો યોજી રહેલા ટીડીપીના કાર્યકરો સાથે રાહુલ ગાંધી પણ જોડાયા હતા અને ખાતરી આપી હતી કે કોંગ્રેસ સત્તા પર આવશે તો આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ચોક્કસ મળશે.

પત્રકારો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે આંધ્ર પ્રદેશના વિશેષ દરજ્જો આપવાની તરફેણમાં છીએ. 2019માં અમે જ્યારે સત્તા પર આવીશું તો સૌ પ્રથમ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યોનો દરજ્જો અપાવીશું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા સંગઠીત થઈશું તો આપણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજી કરી શકીશું કે રાજ્યના લોકોનો જે હક્ક છે, તે તે તેમને આપવો જોઈએ.

બજેટ સત્રના બીજા તબક્કા અગાઉ સોમવારે ટીડીપીના કાર્યકરોએ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પોસ્ટરો સાથે દેખાવો યોજ્યા હતાં અને આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી હતીં.

ટીડીપીના નેતા જયદેવ ગાલાએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ માટે અત્યાર સુધી અપાયેલા બધા વચનો પરિપૂર્ણ કરવા જોઈએ. ટીડીપીના સાંસદ શિવપ્રસાદ વિરોધ વ્યક્ત કરવા માટે ભગવાન કૃષ્ણની વેશભૂષામાં આવ્યા હતાં.

આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ઝુંબેશ 2014થી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી.