રાહુલે ઉડાવી પીએમ મોદીની ઠેકડી, કહ્યું-પદ્માસન આવડતું નથી, યોગ શું શિખવાડશે? - Sandesh
NIFTY 10,543.05 -22.25  |  SENSEX 34,366.34 +-60.95  |  USD 66.0150 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાહુલે ઉડાવી પીએમ મોદીની ઠેકડી, કહ્યું-પદ્માસન આવડતું નથી, યોગ શું શિખવાડશે?

રાહુલે ઉડાવી પીએમ મોદીની ઠેકડી, કહ્યું-પદ્માસન આવડતું નથી, યોગ શું શિખવાડશે?

 | 2:08 pm IST

રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા. નોટબંધીના વિરોધ માટે જનતાને વાચા આપવા માટે દિલ્હી ખાતે યોજાયેલા જન વેદના સંમેલનમાં તેમણે પોતાના સંબોધનમાં માત્ર નોટબંધી જ નહીં પરંતુ પીએમ મોદી ઉપર પણ અનેક વિષયોને લઈને મજાક કરી હતી. યોગ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે પીએમથી પદ્માસન બરાબર થતુ નથી. જેમનાથી પદ્માસન બરાબર ન થઈ શકે તેમને યોગ કરવાનો અધિકાર નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું વાતો નોટિસ કરું છું. પીએમ મોદીએ યોગ ખુબ કર્યો પરંતુ પદ્માસન કર્યું નથી. મારા યોગગુરુએ કહ્યું હતું કે જે યોગ કરે છે તે પદ્માસન કરી શકે છે. અને જે યોગ ન કરી શકે તે પદ્માસન ન કરી શકે. અત્રે જણાવવાનું કે ગુજરાત પ્રવાસે આવ્યાં હતાં ત્યારે મંગળવારે જ પીએમ મોદીએ ટ્વિટમાં યોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે સવારે યોગ ન કરી શક્યો કારણ કે માતાને મળવા ગયો હતો. તેમના સાથે નાશ્તો પણ કર્યો.

આ ઉપરાંત પણ રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીના ફેસલા પહેલા પીએમ મોદીએ આરબીઆઈ ગવર્નરની વાતો નજરઅંદાજ કરી. હવે તેમનાથી સ્થિતિ સંભાળી શકાતી નથી. પીએમ પોતાના હોમ મેડ ઈકોનોમિસ્ટ રામદેવ પાછળ છૂપાઈ રહ્યાં છે. મોદીજી કોઈ કામ પૂરુ કરતા નથી. પહેલા તેમણે કહ્યું કે હિન્દુસ્તાનને સાફ કરી દઈશ. 3-4 દિવસ ઝાડુ લગાવ્યું અને ચાલતા થયાં.