કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને BJP અધ્યક્ષ અમિત શાહનો ખુલ્લો પડકાર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને BJP અધ્યક્ષ અમિત શાહનો ખુલ્લો પડકાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને BJP અધ્યક્ષ અમિત શાહનો ખુલ્લો પડકાર

 | 7:48 pm IST

પીડીપી સાથે ગઠબંધન તોડતા રાજ્યની સરકાર પડી ભાંગ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે સૌપ્રથમવાર જમ્મુ-કાશ્મીર પહોંચ્યાં હતાં. જમ્મુમાં તેમણે એક રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં અમિત શાહે ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોઝના નિવેદનો પર કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને લશ્કર-એ-તોયબાનું નિવેદન એક કેવી રીતે હોઈ શકે. રાહુલ ગાંધીએ તેનો જવાબ આપવો જોઈએ.

રેલી સંબોધતી વખતે અમિત શાહે જનસંઘના સંસ્થાપક ડૉ, શ્યામા પ્રશાદ મુખર્જીને યાદ કર્યાં હતાં. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શાહે કહ્યું હતું કે, દેશ આખો જાણે છે કે, જો જમ્મુ-કાશ્મીર ભારત સાથે જોડાયેલું છે તો માત્ર શ્યામા પ્રસાદ મુખર્જીના કારણે. ભાગલા બાદ જ્યારે ભારત સાથે સાથે કાશ્મીર જોડાયું ત્યારે કેટલીક એવી શરતો હતી જે લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડીને રાખી શકે તેમ ન હતી. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં જ ક્યાંય તિરંગો ફરકાવી શકાય તેવી સ્થિતિ ન હતી. જેના માટે શ્યામા પ્રસાદે આંદોલન કર્યું. તેમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં જ તેમનું નિધન થયું. શાહે કહ્યું હતું કે, હું નથી માનતો કે તેમનું નિધન થયું હતું, મારૂ માનવું છે કે જમ્મુની જેલમાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. તેમના આ બલિદાનના પરિણામે જ આજે જમ્મુ-કાશ્મીરમાં તિરંગો ફરકાઈ રહ્યો છે.

સરકાર પડી ભાંગવા પર તોડ્યું મૌન

અમિત શાહે જમ્મુ-કાશ્મીરની મેહબૂબા સરકાર ધરાશાયી કરવા વિષે બોલતા કહ્યું હતું કે, આ અગાઉ જ્યારે હું અહીં આવ્યો ત્યારે અમે સરકારનો ભાગ હતાં અને આજે આવ્યો છું તો સરકાર પડી ભાંગી છે. અમે સમર્થન પાછુ ખેંચી લીધું છે. દેશમાં બીજે ક્યાંય સરકાર પડી ભાંગે છે ત્યારે લોકો અફસોસ વ્યક્ત કરે છે, પણ ભાજપ જ એક એવી સરકાર છે જે સરકાર ધરાશાયી થતા ‘ભારત માતા કી જય’ના નારા લગાવે છે. અમારા માટે સરકાર નહીં, કાશ્મીરની સલામતી મહત્વપૂર્ણ છે.

ત્રણ મુદ્દાઓ પર બનાવી હતી સરકાર

પીડીપી સાથ્હે સરકાર બનાવની વાત પર બોલતા અમિત શાહે કહ્યું હતું કે, ખંડિત જનાદેશના કારણે અમે કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત પીડીપી સાથે સરકાર બનાવી હતી. મુફ્તી મોહમ્મદ સઈદ સાથે અમે ત્રણ મુદ્દે સરકાર રચી હતી પરંતુ ત્રણેય મુદ્દે કોઈ જ પ્રગતિ સધાઈ નહીં.

આ હતાં ત્રણ મુદ્દાઓ :

1. જેટલો વિકાસ કાશ્મીર ખીણનો થશે એટલો જ વિકાસ જમ્મુ અને લદ્દાખનો પણ થશે.

2. અલગાવવાદીઓના આંદોલનને સમાપ્ત કરી સરકાર શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરશે.

3. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહેશે.

જમ્મુ અને લદ્દાખ સાથે ભેદભાવ થયો

અમિત શાહે મેહબૂબા મુફ્તી પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે જમ્મુ અને લદ્દાખ સાથે ભેદભાવ કર્યો. કેન્દ્ર સરકારે વિકાસ માટે બધા માટે પૈસા મોકલ્યા, અનેક યોજનાઓ બનાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ અનેકવાર અહીં આવ્યા, અમાર નેતાઓએ વિકાસ અને શાંતિ માટે અનેક પ્રયાસ કર્યા પણ શાંતિ સ્થપાઈ ના શકી. અમારા સૈનિક ભાઈ ઔરંગઝેબની હત્યા કરવામાં આવી. એમ સમાચારપત્રના એડિટરની પણ હત્યા કરાઈ. સેનાના જવાનો પર હુમલાઓ થવા લાગ્યા. દબાણ ઉભુ કરનારા જુથો ઉભા થયા અને સરકારને કામ કરતા રોકવા લાગ્યા. આ સ્થિતિમાં અમારા માટે કામ કરવું અત્યંત દુષ્કર બની ગયું. અમારૂ સરકારમાં બની રહેવું યોગ્ય ન હતું. અમને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે જો આવુ જ થવાનું છે કે તો અમને સરકારમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

પોતાના નેતાઓના નિવેદન પર જવાબ આપે રાહુલ ગાંધી

ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું હતું કે, અમે વિકાસ માટે કામ કરીએ છીએ અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ તેમના અસલી રંગ દેખાડી રહ્યાં છે. ભાઈ ગુલામ નબી આઝાદ જેવા નેતા એવા નિવેદન આપે છે કે તેને હું અહીંથી કહી પણ ના શકુ. આ જ નિવેદનને લશ્કર-એ-તોયબા પણ કહે છે. લશ્કર અને કોંગ્રેસ વચ્ચે આ કેવી ફ્રિક્વંસી મેચ છે? શું આ મામલે રાહુલ ગાંધી એ જવાબ ના આપવો જોઈએ?

કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝ પણ કહે છે કે, તે મુશર્રફની એ વાત સાથે સહમત છે કે કાશ્મીર આઝાદ થવું જોઈએ. શાહે કહ્યું હ્તું કે, સોઝ સાહેબ સપનાઓ જોવાનું બંધ કરો, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આમ થવું અશક્ય છે. જો કોંગ્રેસ અધ્યક્ષમાં થોડી પણ શરમ બચી હોય તો તેમણે આ નિવેદન પર માફી માંગવી જોઈએ. પરંતું હું ગેરેંટી સાથે કહી શકું કે, તે માફી નહીં માંગે. કોંગ્રેસ કેટલું પણ ષડયંત્ર કરી લે કાશ્મીરને ભારતથી અલગ ના કરી શકે.

શાહે કહ્યું હતું કે, મારા નિવેદન પર વિવાદ થશે પરંતુ તેનો જવાબ હું પહેલા જ આપી દેવા માંગુ છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે જમ્મુ-કાશ્મીરમાં એટલું કામ કર્યું, જે 70 વર્ષમાં નથી થયું. વિકાસના કામ રાહ્ય સરકારના ભાગે આવે છે પરંતુ પીડીપીએ ભેદભાવ કર્યો અને વિકાસ રોકી રાખ્યો. કેન્દ્ર તરફથી 80 હજાર કરોડ રૂપિયામાંથી 61 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા પરંતુ પીડીપી સરકારે કામ ના કર્યું. જે કંઈ કર્યું તેમાંથી કંઈ જ જમ્મુ અને લદ્દાખમાં ના પહોંચ્યું. અમે આ વિસ્તારોને મેડિકલ કોલેજ આપી, સ્પાર્ટ સિટી પ્રોજેક્ટ આપ્યા. તો શું અમે આ મામલે જવાબ પણ ના માંગીએ?

સૌથી વધારે આતંકવાદીઓ અમારા કાર્યકાળમાં મરાયા

શાહે મીડિયામાં આવી રહેલી સંભવિત સૈનય કાર્યવાહીના અહેવાલ મામલે મીડિયાને પણ આડેહાથ લીધું હતું અને કહ્યું હતું કે, એવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન કરવા જઈ રહ્યાં છીએ. હું મીડિયાને અપીલ કરવા માંગુ છું કે, અમે સમર્થન પાછું ખેંચ્યું છે પણ તે સંતુલિત વિકાસની માંગણી માટે લીધું છે. અમે આતંક વિરૂદ્ધ ઝીરો ટૉલરંસની નીતિ અપનાવી રહ્યાં છીએ અને અમારા કાર્યકાળમાં જ સૌથી વધારે આતંકવાદીઓ માર્યા ગયાં છે.