Rahul Gandhi gave a speech with full of confidence,take away BJP in parliament
  • Home
  • India
  • રાહુલના ભાષણના અંશો, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ સંસદમાં, જાણો અહિં

રાહુલના ભાષણના અંશો, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ સંસદમાં, જાણો અહિં

 | 5:34 pm IST

મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા રોકતાં કહ્યું ‘જેના પર તમે લોકો આરોપ લગાવો છો, તેના પર બોલવાનો અધિકાર છે.’ તેમણે લોકસભા સભ્યોને ભાષા પર ધ્યાન આપવા અને ડેકોરમ જાળવવા અપીલ કરી. અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાષણ આપ્યું. રાહુલ ગાંધી પોતાનું ભાષણ ખતમ કરીને નરેન્દ્ર મોદી પાસે ગયા અને તેમને ગળે મળીને હાથ મિલાવ્યો. જોકે રાહુલ ગાંધીના ભાષણ બાદ ગૃહમાં હંગામો શરૂ થઇ ગયો.

રાહુલ ગાંધી દ્વારા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર લગાવવામાં આવેલા આરોપો પર સ્પષ્ટતા આપતાં રક્ષા મંત્રીએ કહ્યું કે તેમણે રાફેલ ડીલ પર એંટનીના બનાવેલા કરારને આગળ વધાર્યો છે. રક્ષા મંત્રીએ કહ્યું કે રાફેલ ડીલની જાણકારી સાર્વજનિક કરી ન શકાય.

રાહુલની સ્પીચના મહત્વના અંશો

રાહુલ ગાંધીએ કહ્યું ‘તમે વિચારતા હશો કે મારા દિલમાં વડાપ્રધાન માટે ગુસ્સો છે પરંતુ મારા દિલમાં પીએમ અને સંઘ માટે પ્રેમ છે. તેમણે મને કોંગ્રેસ હોવાનો, હિંદૂ હોવાનો, ભગવાન શિવ એટલે શું અને દેશભક્તિ એટલે શું તેનો અર્થ સમજાવ્યો. કોંગ્રેસમેન હોવા અંગે ગર્વાન્વિત થતાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ એ પ્રેમની ભાષા બોલે છે જ્યારે ભાજપમાં નફરત અને હેઈટ્રેડ છે. મને પૂરા ભારત માટે પ્રેમ છે. મને તમારા માટે પણ જરા નફરત કે ગુસ્સો નથી. તેમ કહીને તે નરેન્દ્ર મોદીને ગળે મળ્યાં.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તે મોટા બિઝનેસમેનનો સપોર્ટ કરે છે પરંતુ દેશના ગરીબો માટે તેમના દિલમાં જગ્યા નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે ‘હવે પીએમ ઇમાનદાર રહ્યાં નથી, એટલા માટે તે મારી સાથે નજર મિલાવી શકતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આખા દેશે જોયું કે મેં સ્પષ્ટ કહ્યું છે.  રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે પીએમ મોદી વિના એજેંડા ચીન જાય છે ડોકલામ પર વાત બનતી નથી. તેમણે સૈનિકો સાથે દગો કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકો મૃત્યું પામે છે, મારઝૂડ કરવામાં આવે છે, કચડવામાં આવે છે પરંતુ પીએમ મોદી મોંઢામાંથી એક શબ્દ બોલી નથી રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમે કહ્યું હતું કે હું ચોકીદાર છું, પરંતુ મિત્ર (અમિત શાહ)ના પુત્રની આવક વધી તો પીએમ મોદી કંઇ ન બોલ્યા. રાફેલ ડીલ પર રાહુલે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી ગયા તો ડીલનું બજેટ વધી ગયું. જાદૂથી આ ભાવ 1600 કરોડ રૂપિયા થઇ ગયો. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ નિશાન સાધ્યું. તેમણે રક્ષા મંત્રી પર રાફેલ ડીલના સાચા ભાવ ન જણાવવાનો આરોપ લગાવ્યો. તેના પર સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે ‘રાહુલ ગાંધીએ વારંવાર રક્ષામંત્રીનું નામ લીધું છે, એટલા માટે તેમને જવાબ આપવાની તક આપવામાં આવે.

રાહુલ ગાંધી જ્યારે પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યાં હતાં ત્યારે પીએમ મોદી ખડખડાટ હસતા હતાં. રાહુલ મોદી સરકારની નિષ્ફળતાઓને ગણાવી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે પીએમ બાર નથી જતા. રાહુલ જેવું આ બોલ્યા કે બધા હસવા લાગ્યાં. ત્યારબાદ તરત પોતાની ભૂલ સુધારતા તેમણે  કહ્યું કે વડાપ્રધાન બહાર જાય છે તો ફક્ત ઓબામા અને ટ્રમ્પને મળવા. રાહુલ ગાંધીએ આ ઉપરાંત રાફેલ ડીલ, રોજગાર, કાળા નાણાં જેવા અનેક મુદ્દાઓ પર પ્રહારો કર્યાં. રાફેલ ડીલ પર બોલતા તેમણે કહ્યું કે પીએમ મોદી મારી સાથે આંખ મિલાવી શકતા નથી. આ સાંભળીને ગૃહમાં ફરી એકવાર હાસ્યના ફૂવારા છૂટ્યાં.

રાહુલ ગાંધીએ ભરી સભામાં પીએમ મોદી અને અમિત શાહ પર આરોપ લગાવ્યો કે તેઓ સત્તા વગર રહી શકતા નથી. તેમને બીક લાગે છે. માટે લોકોના અવાજ દબાવવાના પેંતરા શરૂ થઈ જાય છે. લોકોનો અવાજ દબાવવામાં આવે છે. કોંગ્રેસ છે જે સત્તામાં અને સત્તા બહાર રહી શકે છે. તેવું ભાજપના આ બે પોલિટિશયનો માટે નથી. તેમણે આમ વાત કરતાં ફરી વખત વિશ્વાસમાં ભાજપની હાર અને વિપક્ષની જીતનો આત્મવિશ્વાસ દર્શાવ્યો. તેમણે કહ્યું કે અમે વિપક્ષ અને તમારામાંના કેટલાંક આજે તેમને હરાવવાના છીએ.