Rahul Gandhi posts wrong Indian map; deletes tweet
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીએ કરી નાંખી બહુ મોટી ભૂલ, દેશના આ હિસ્સાને દેખાડ્યો પાકિસ્તાનમાં

રાહુલ ગાંધીએ કરી નાંખી બહુ મોટી ભૂલ, દેશના આ હિસ્સાને દેખાડ્યો પાકિસ્તાનમાં

 | 12:06 pm IST

જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો ટ્વીટ કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા જોરદાર ઘેરવામાં આવી રહ્યા છે. જો કે ભૂલનો અહેસાસ થયા બાદ રાહુલે ટ્વીટ તો ચોક્કસ ડિલીટ કરી પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂકયુ હતું અને લોકોના નિશાના પર આવી ચૂકયા હા. રાહુલ ગાંધી આની પહેલાં પણ ખોટા આંકડાવાળી ટ્વીટને લઇ નિશાના પર આવ્યા હતા અને તેમને માફી માંગવી પડી હતી. એવું નથી કે માત્ર રાહુલ ગાંધીએ ભારતનો ખોટો નકશો ટ્વીટ કર્યો હોય, તેમની પાર્ટી અને તિરૂવનંતપુરમથી સાંસદ શશી થરૂર પણ આમ કરી ચૂકયા છે.

ગયા વર્ષે જૂન મહિનામાં રાહુલ ગાંધીએ યોગ દિવસ પર કટાક્ષ કરતાં એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં આર્મીના ડોગ યુનિટની તસવીર હતી. રાહુલ ગાંધીની આ ટ્વીટ બાદ ભાજપે તેમના પર પ્રહારો કર્યા હતા. ભાજપે રાહુલ ગાંધી દ્વારા ભારતીય પરંપરા અને સેનાની મજાક બનાવા પર નિશાન સાંધ્યુ હતું. આ જ રીતે ડિસેમ્બર 2017મા રાહુલ ગાંધીએ મોંઘવારીના એક આંકડાને લઇ ખોટી ટ્વીટ કરી દીધી હતી. ત્યારબાદ ભાજપે તેમને જોરદાર રીતે ઘેર્યા હતા. ત્યારે રાહુલ ગાંધી પોતાની આ ટ્વીટની ભૂલ માની હતી.

ખોટા નકશાવાળી ટ્વીટ કરી દીધી

રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇ એક ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ મૂકયો હતો કે તેઓ આ વાયરસને ગંભીરતાની સાથે લઇ રહ્યા નથી. આ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ દુનિયાનો જે નકશો દેખાડતી ટ્વીટ કરી હતી, તેમાં જમ્મુ-કાશ્મીરના એક હિસ્સાને પાકિસ્તાનમાં દેખાડી રહ્યા હતા. ખોટા નકશાવાળી ટ્વીટ પર ઘેરાયા બાદ રાહુલે તેને ડિલીટ કરી એક નવી ટ્વીટ કરી.

ખોટા નકશાને લઇ શશી થરૂર પણ ઘેરાઇ ચૂકયા છે

કોંગ્રેસના તિરૂવનંતપુરમથી સાંસદ શશી થરૂર પણ ભારતનો ખોટો નકશો ટ્વીટ કરીને ઘેરાઇ ચૂકયા છે. થરૂરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ પ્રદર્શનની માહિતી શેર કરી હતી અને તેમાં ભારતનો ખોટો નકશો પોસ્ટ કરી દીધો. થરૂરે જે નકશો પોસ્ટ કર્યો હતો. તેમાં કાશ્મીરને ભારતથી અલગ દેખાડ્યું હતું. આ ટ્વીટ બાદ ભાજપે કોંગ્રેસના નેતા પર જબરદસ્ત પ્રહારો કર્યા. ભૂલનો અહેસાસ થયા બાદ થરૂરે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

કોંગ્રેસની બુકલેટમાં પણ ખોટો નકશો

જૂન 2017મા કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર પાકિસ્તાન અને ચીનના સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર નિશાન સાંધતા એક બુકલેટ રજૂ કરી હતી. કોંગ્રેસના યુપી એકમે આ બુકલેટને રજૂ કરી હતી. આ બુકલેટમાં કાશ્મીરને ‘ભારતના કબ્જાવાળા કાશ્મીર’માં દેખાડ્યું હતું. ત્યારબાદ ભાજપે કોંગ્રેસને નિશાન પર લીધું. જો કે કોંગ્રેસે આ ભૂલ માટે માફી માંગતા કહ્યું કે આ પ્રિન્ટિંગની ભૂલ હતી.

આ વીડિયો પણ જુઓ : દિનેશ બાંભણિયાના સરકાર પર પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન