રાહુલ ગાંધીએ સેલ્ફી લેવા માગતા ધારાસભ્યને કહ્યું 'સ્ટોપ', Viral થયો Video - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાહુલ ગાંધીએ સેલ્ફી લેવા માગતા ધારાસભ્યને કહ્યું ‘સ્ટોપ’, Viral થયો Video

રાહુલ ગાંધીએ સેલ્ફી લેવા માગતા ધારાસભ્યને કહ્યું ‘સ્ટોપ’, Viral થયો Video

 | 11:34 pm IST

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે સવારે પોણા દસ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, સાંસદ એહમદ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત પ્રદેશ નેતાઓએ એરપોર્ટ પર રાહુલનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે રાહુલે સ્ટોપ કહી ધારાસભ્યનો હાથ દૂર કર્યો હતો અને સેલ્ફી લેવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો દિવસભર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એરપોર્ટ પર સ્વાગત કાર્યક્રમ પૂરો થયા બાદ રાહુલ ગાંધીનું કઠવાડા અને હાથીજણ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી યાત્રાનો પ્રારંભ થયો હતો. અત્યારે રાહુલ ત્રણ દિવસ મધ્ય ગુજરાતની મુલાકાતે છે. તેઓ ઠેર ઠેર લોકોને મળી રહ્યા છે. રાહુલની યાત્રાનો આ બીજા તબક્કાનો દોર છે, એ પછી ત્રણ ત્રણ દિવસની યાત્રાના બે દોર હાથ ધરાશે. યાત્રા દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ખડેપગે હાજર રહેશે. રાહુલની મુલાકાતને પગલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. યાત્રા સફળ બને તે માટે પક્ષના નેતાઓ, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોને જવાબદારી સુપરત કરવામાં આવી છે.