Rahul Gandhi Says, When will you evict Chinese troops from Ladakh?
  • Home
  • Featured
  • રાહુલ-સોનિયા ગાંધીએ સુષ્મા સ્વરાજની સ્ટાઈલમાં જ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે…

રાહુલ-સોનિયા ગાંધીએ સુષ્મા સ્વરાજની સ્ટાઈલમાં જ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે…

 | 9:45 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે સંબોધન કર્યું હતું જેમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ અને 80 કરોડ દેશવાસીઓને નવેમ્બર સુધી મફતમાં અનાજ આપવા જેવી મોટી જાહેરાત કરી હતી. જેની સાથે સરહદે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા ચીનનો પીઅમ મોદીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો નહોતો. જેને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાનની ટીકા કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશ બાદ એક શાયરાના ટ્વિટ કર્યું. તેમણે કોઈનું નામ તો ન લીધુ પણ એવું માનવામાં આવે છે કે તે સરકાર પર કરવામાં આવેલો પ્રહાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં તેમણે કોરોના વાયરસ અને લૉકડાઉનમાં છૂટ પર વિસ્તારથી વાત કરી હતી. પરંતુ શક્યતા હતી કે પીએમ મોદીના સંબોધનમાં ભારત-ચીન તણાવ વચ્ચે પણ વાત થશે. પરંતુ તેમ ન થયું. ચીનનો ઉલ્લેખ ન થવા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, ચીનની ટીકા કરનારી વાત ભૂલી જાવ, પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ કરવાથી પણ ડરે છે. કોંગ્રેસે તે પણ કહ્યુ કે, પ્રધાનમંત્રીનું સંબોધન કોઈ સરકારી સૂચના હોઈ શકતી હતી.

કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર પણ લગાવી છે, જેમાં ચીન વિશે લખવામાં આવ્યું છે. તસવીર પર લખ્યું છે ચીન ભારતની સરહદમાં 423 મીટર સુધી ઘુસી આવ્યું છે. કોંગ્રેસ પ્રમાણે 25 જૂન સુધી ભારતીય સરહદમાં ચીનના 16 ટેન્ટ અને ટરપોલિન છે. ચીનનું એક મોટુ શેલ્ટર છે, સાથે આશરે 14 ગાડીઓ છે. કોંગ્રેસે પૂછ્યુ કે શું પ્રધાનમંત્રી તેનો ઇનકાર કરી શકે છે.? કોંગ્રેસે તે પણ કહ્યુ કે, ભાજપને એવા નેતાની જરૂર છે જે અસફળતાનો સ્વીકાર કરે અને તેમાં સુધારાની તક બચી હોય. તેવા નેતાની જરૂર નથી જે મુશ્કેલીને ભૂલી જાય અને તેના પર વાત કરવાથી બચે.

આ સાથે કોંગ્રેસે તે પણ કહ્યું કે, જાણીને ખુશી થઈ કે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આગ્રહ પર ધ્યાન આપ્યું છે, જેમાં ગરીબોને મફત અનાજ આપવાની યોજનાને આગળ વધારવાની માગ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન