Gujarat: Rahul Gandhi Spoke on many things starting from Rafale Deal to PMModi to AnilAmbani and more.
  • Home
  • Gandhinagar
  • મસુદ પર રાહુલ ગાંધીનો પ્રહાર, અમે પકડ્યો, BJPએ કંધાર જઇ છોડ્યો

મસુદ પર રાહુલ ગાંધીનો પ્રહાર, અમે પકડ્યો, BJPએ કંધાર જઇ છોડ્યો

 | 5:27 pm IST

આગામી લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ ચાલુ થઇ ગયો છે, ત્યારે કૉંગ્રેસ પોતાના સૌથી શક્તિશાળી ફોરમ CWCની બેઠક ગુજરાતમાં યોજાઇ હતી જે પૂર્ણ થઇ ગઇ છે. CWCની બેઠક બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રજાને સંબોધી હતી. જેમા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ લગભગ 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં યોજી છે.

ગુજરાતની જનતાને ગાંધીનગર જિલ્લાના અડાલજમાં સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીએ દેશની જનતાને સત્તામાં આવવા માટે ખોટા વાયદા કર્યા છે અને દેશની જનતાને ઉલ્લું બનાવી છે. કોંગ્રેસની સરકાર જો સત્તામાં આવી તો દેશભરમાં લધુત્તમ વેતન લાગુ કરવામાં આવશે, આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. ગરીબોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઇ જશે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ રફાલ ડીલ પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, અનિલ અંબાણી પર કરોડો રૂપિયાનું દેણું છે. વડાપ્રધાનના કહેવાથી અનિલ અંબાણીને રાફેલ ડીલ મળી છે. રાફેલ ડીલ પર CBIના ઓફિસર તપાસ કરવા ઇચ્છતા હતા પરંતુ વડાપ્રધાને રાતોરાત તેમને હટાવી દીધા. માટે વડાપ્રધાન પોતે આ કૌભાંડમાં સામેલ છે તવું તેમને આડકતરી રીતે જણાવ્યું હતું.

પુલવામા હુમલાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ હાફીઝ સઇદ આતંકવાદીને પાકિસ્તાન પરત મોકલનારી સરકાર ભાજપને સવાલ કરો કે કેમ તેમની સરકારે પાકિસ્તાનને હવાલે કર્યો અને આજે એજ આતંકવાદી આપણા 40 જવાનોની શહાદતનું કારણ બન્યો છે. આ આતંકવાદીને કાંધાર સુધી પહોચાવનારા કોઇ નહીં પરંતુ આપણા સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હતા.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતની જનતાની માફી પણ માંગી હતી અને જણાવ્યું હતું કે, તમને આટલી ગરમીમાં ઉભા રહેવું પડે છે. આ પછી તેમણે તરત જ પીએમ મોદી પર વાર કર્યો હતો અને કહ્યું કે, ગુજરાતની જનતાએ વડાપ્રધાનને સવાલ કરવો જોઇએ કે તેમણો દેશના જવાનોના 30 હજાર કરોડ રૂપિયા કેમ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા, આ વાતના પુરવા રજૂ કરતા દસ્તાવેજ પણ છે. રાહુલ ગાંધીએ સભામાં વડાપ્રધાન પર હુમલો કરતા જણાવ્યું હતું કે તમારા ખાતામાં 15 લાખ આવશે, શું તે આવ્યા ? તેઓએ રાતોરાત GST લાગુ કરી, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓને સમજમાં નથી આવ્યો. પરંતુ હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો GSTને રિફોર્મ કરી એક ટેક્ષવાળી GST આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન