નોટબંધી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાંધવાની લ્હાયમાં રાહુલે મારી દીધો મસમોટો લોચો! - Sandesh
  • Home
  • India
  • નોટબંધી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાંધવાની લ્હાયમાં રાહુલે મારી દીધો મસમોટો લોચો!

નોટબંધી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાંધવાની લ્હાયમાં રાહુલે મારી દીધો મસમોટો લોચો!

 | 12:02 pm IST

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે નોટબંધીને એક વર્ષ પૂરું થયાના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક શૈલીમાં પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટર પર નોટબંધી થઈ તે દિવસો દરમિયાન લાઈનમાં ઊભેલા એક વૃદ્ધની તસવીર શેર કરીને લખ્યું કે ‘एक आँसू भी हुकूमत के लिए ख़तरा है, तुमने देखा नहीं आँखों का समुंदर होना।’ આ શેર સાથે એક વૃદ્ધની તસવીર છે જે નોટબંધી બાદ ખુબ વાઈરલ થઈ હતી. તસવીરમાં એક વૃદ્ધ બેન્કની લાઈનમાં બહાર ઊભા છે. વૃદ્ધનો દુ:ખી ચહેરો સ્પષ્ટપણે નજરે ચડે છે. તસવીરને શેર કરીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નોટબંધીના ફેસલાથી સામાન્ય લોકોને થનારી સમસ્યાઓને દર્શાવવાની કોશિશ કરી છે. જોકે હકીકત એ છે કે રાહુલ ગાંધીએ જે વૃદ્ધની તસવીર શેર કરી છે તેઓ તો નોટબંધીથી ખુશ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ નોટબંધીની પહેલી વર્ષગાઠ પર ગુરુગ્રામ સ્થિત એક ભાડાના રૂમમાં રહેતા આ વૃદ્ધ નંદલાલ સામે મુલાકાતમાં તેમણે કહ્યું કે સરકાર જે પણ નિર્ણય લે છે તે દેશની ભલાઈ માટે હોય છે અને આથી તે સરકારના દરેક ફેસલાની સાથે છે. નંદલાલ રિટાયર્ડ ફૌજી છે.

અખબાર સાથે વાતચીતમાં તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે બેન્કની લાઈનમાં ઊભા ઊભા તેમની આંખોમાં આસું કેમ આવી ગયા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમના આંસુ મોદી સરકાર કે નોટબંધીના ફેસલાના કારણે નહતાં આવ્યાં પરંતુ લાઈનમાં ધક્કો લાગવાના કારણએ એક મહિલાએ તેમને પગ કચડી નાખ્યો હતો. અને આ કારણે જ તેઓ રડી પડ્યા હતાં.

વધુ વિગતો માટે નીચેની લિંક પર ક્લિક કરો

નોટબંધી: એ વખતે લાઇનમાં ઉભા-ઉભા ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા, પરંતુ હવે બોલી રહ્યાં છે કે….

જો કે આ ટ્વિટ ઉપરાંત પણ રાહુલે એક અન્ય ટ્વિટ દ્વારા નોટબંધીને વિનાશકારી ગણાવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે નોટબંધી એક ત્રાસદી છે અને અમે તે લાખો ઈમાનદાર લોકો સાથે છીએ જેમના જીવન અને રોજીરોટી વડાપ્રધાનની આ સમજ્યા વિચાર્યા વગર કરાયેલી કાર્યવાહીથી તબાહ થઈ ગઈ. અત્રે જણાવવાનું કે ગત વર્ષે આઠ નવેમ્બરના રોજ રાતે આઠ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુરદર્શન ચેનલ દ્વારા આખા દેશમાં 500 અને 1000ની નોટ બંધ થવાની જાહેરાત કરી હતી. આજે આ જાહેરાતને એક વર્ષ પૂરું થયું.