#RahulLovesTerrorists: Rahul Gandhi Used "Masood Azhar Ji" In Poll Rally
  • Home
  • Election 2019
  • રાહુલ ગાંધીએ ભાંગરો વાટ્યો, દેશના નં-1 દુશ્મન આતંકીને કહ્યું ‘જી’

રાહુલ ગાંધીએ ભાંગરો વાટ્યો, દેશના નં-1 દુશ્મન આતંકીને કહ્યું ‘જી’

 | 8:10 pm IST

ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં યોજાવા જઇ રહેલી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ વધુમાં વધુ વોટ મેળવવા માટે કાવાદાવા કરવા પર લાગી ગયા છે. ત્યારે હંમેશાની જેમ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક સભામાં ભાષણ દરમિયાન આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદમાં ફસાઇ ગયા છે. તો જાણો શું છે સમગ્ર મામલો.

બન્યું કંઇક એવું કે રાહુલ ગાંધી દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમણે એર સ્ટ્રાઇકને લઇને બોલવાનું શરૂ કર્યું હતું. આ સભા દરમિયાન દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આડેહાથ લીધા હતા. તેઓ ડોભાલ પર નિશાન સાધત બોલ્યા હતા કે અજીત ડોભાલ પોતે આતંકવાદી મસૂદ અઝહરને પ્લેનમાં બેસાડીને લઇ ગયા હતા.

જોકે આ વખેતે રાહુલ ફરી બોલવામાં ભૂલ કરી ગયા છે. જેમાં તેમણે આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ જી લગાડીને સંબોધન કરવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દો વિવાદનું કારણ છે કે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ થઇ પણ રાહુલ ગાંધીએ એક આતંકવાદી માચે સન્માનપૂર્વક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે તેમના દ્વારા આ સભામાં બોલવામાં આવેલા આ એક શબ્દને લઇને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ રાહુલની આલોચના કરતા જોવા મળી રહ્યા છે. આ સીવાયા ટ્વીટર પર #RahulLovesTerrorists લઇને હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ મોકા પર ચોકો મારીને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી અને પાકિસ્તાન વચ્ચે શું કોમન છે? બન્ને આતંકવાદને પ્રેમ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન