રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે, સીધાં જ જશે દાદાના દર્શને - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે, સીધાં જ જશે દાદાના દર્શને

રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે, સીધાં જ જશે દાદાના દર્શને

 | 7:28 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સીધા જ સોમનાથ મંદિરે રાહુલ ફરી એક વખત માથું ટેકકવવા જશે તેમ જાણવા મળ્યું છે. તે પછી તેઓ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ સાથે ચર્ચા કરશે. રાહુલ ગાંધી આ ઉપરાંત ગુજરાતનના ચારેય ઝોનના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ચર્ચા કરશે. તેઓ વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે ચર્ચા કરશે.

અમદાવાદમાં ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમાં 23મીએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવવાના છે. આ બેઠકમાં ભાગ લેવાના છે. પણ કોંગ્રેસની જે રીતે સ્થિતિમાં સુધારો થયો અને કોંગ્રેસ જીતથી માત્ર બે ડગલાં દૂર રહી ગઈ તે માટે તેઓએ લોકોનો અને ઈશ્વરનો આભાર માનતા સોમનાથ મહાદેવના દર્શન કરવા મન બનાવ્યું છે. તેઓ સીધા જ સોમનાથ દાદાના ચરણોમાં માથુ ટેકવી આભાર વ્યક્ત કરવા જવાના છે.

સોમનાથથી પરત ફરતાં, તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કોંગ્રેસ અગ્રણી સાથે ચર્ચા કરશે. ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારનું વિશ્લેષણ કરશે.