રાહુલ ગાંધીએ ભરતસિંહને આપી મોટી ચીમકી, જો નહીં થાય એવું તો... - Sandesh
  • Home
  • Gujarat
  • રાહુલ ગાંધીએ ભરતસિંહને આપી મોટી ચીમકી, જો નહીં થાય એવું તો…

રાહુલ ગાંધીએ ભરતસિંહને આપી મોટી ચીમકી, જો નહીં થાય એવું તો…

 | 5:02 pm IST

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું હાલમાં સમગ્ર ધ્યાન ગુજરાત પર કેન્દ્રિત થયેલું છે. હાલમાં રાહુલ ગાંધીએ બે વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો છે અને નજીકના ભવિષ્યમાં ફરી આ પ્રવાસ કરવાના છે. હાલમાં ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતત વ્યસ્ત રહ્યા હતા ત્યારે તેમણે ગુજરાતનાં કોંગ્રેસનાં નેતાઓને કડક ચેતવણી આપી હોવાની માહિતી મળી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતતને સતત કોંગ્રેસને બેઠી કરવાનાં પ્રયાસોમાં ભરચક કાર્યક્રમો થકી લાગેલા જોવા મળ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સહિત કોંગ્રેસનાં નેતાઓને રાહુલ ગાંધી બરાબર ચમકી આપી છે. તેમણે નેતાઓને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે જો સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ અને મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસ રોકાઈને સળંગ પ્રવાસ કરી લોકોની વચ્ચે જઈને તેમની સાથે સંવાદ કરી શકાતો હોય તો કોંગ્રેસનાં નેતાઓ 22-22 વર્ષથી શું કરે છે? ગુજરાતનાં લોકો વચ્ચે જઈને કોંગ્રેસનાં નેતાઓએ જઈને તેમની સાથે સમસ્યાઓનાં નિરાકરણ કરવાની જરૂર છે.

રાહુલ ગાંધી કોંગ્રેસનાં તમામ નેતાઓને દિવાળી સુધીમાં 182 વિધાનસભા બેઠક પર મીટીંગ કરવાનું ફરમાન કર્યું છે. આ મીટીંગ કોંગ્રેસીઓ કોઈ હોલ કે સભા મંડપમાં નહી પણ રસ્તા પર લોકની વચ્ચે જઈને કરવાનું રાહુલ ગાંધીએ કોંગ્રેસીઓને સ્પષ્ટ સંભળાવી દીધું છે. ઓફિસ અને હોલમાંથી બહાર નીકળી લોકોની વચ્ચે જવાની સીધી વાત રાહુલ ગાંધીએ કરી હોવાની જાણકારી મળી રહી છે.