Rahul Gandhi's Reaction On Jyotiraditya Scindia Joined BJP
  • Home
  • Featured
  • સિંધિયાનાં BJPમાં જવા પર રાહુલ ગાંધીએ તોડ્યું મૌન, આપી પહેલી પ્રતિક્રિયા

સિંધિયાનાં BJPમાં જવા પર રાહુલ ગાંધીએ તોડ્યું મૌન, આપી પહેલી પ્રતિક્રિયા

 | 8:43 pm IST

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં બીજેપીમાં સામેલ થવા અને મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટની વચ્ચે આજે પાર્ટીનાં મુખ્યમથક 10 જનપથમાં પાર્લામેન્ટરી સ્ટ્રેટેજિક ગ્રુપની બેઠક બોલાવવામાં આવી છે. આ દરમિયાન સિંધિયાનાં બીજેપીમાં ગયા બાદ રાહુલ ગાંધીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે સિંધિયા એકમાત્ર એવા નેતા હતા જે બેધડક તેમના ઘરે કોઈપણ સમયે આવી શકતા હતા.

સિંધિયા મારા ઘરે ગમે ત્યારે આવી શકતા હતા – રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિંધિયાએ પાર્ટી છોડતા પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને આ માટે સમય નહોતો આપવામાં આવ્યો. આ રિપોર્ટ્સ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “કૉંગ્રેસમાં તેઓ (સિંધિયા) એકમાત્ર એવા નેતા હતા જે કોઈપણ સમયે બેધડક મારા ઘરે આવી શકતા હતા.”

જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે સંસદ ભવનથી બહાર નીકળતા રાહુલ ગાંધીએ પત્રકારોને અનૌપચારિક વાતચીત (ઓફ ધ રેકોર્ડ)માં કહ્યું કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા એકમાત્ર એવા નેતા હતા જે મારા ઘરે ગમે ત્યારે આવી શકતા હતા. તેઓ કોલેજથી મારા મિત્ર હતા.” ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશનાં કદ્દાવર નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સિંધિયાને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા આપી હતી.

આ પહેલા પણ રાહુલ પર લાગી ચુક્યો છે આરોપ

4 વાર સાંસદ રહેલા અને સમર્થકોમાં ‘મહારાજ’નાં નામે જાણીતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગણના કૉંગ્રેસનાં એ યુવા નેતાઓમાં થતી હતી જેમને પાર્ટીનું ભવિષ્ય કહેવામાં આવતા હતા. તેઓ ગાંધી પરિવારની પણ ઘણી નજીક રહ્યા છે. એવું પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી પર પાર્ટીનાં કોઈ મોટા નેતાને નજરઅંદાજ કરવાનો આરોપ લાગ્યો હોય.

આ પહેલા આસામનાં હિમંતા વિશ્વ શર્માએ કૉંગ્રેસ પદ છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ રાહુલ ગાંધી પાસે સમસ્યાઓને લઇને વાત કરવા ગયા તો તેઓ પોતાના પાલતુ કૂતરાને બિસ્કિટ ખવરાવવામાં વ્યસ્ત હતા. એ સંયોગ છે કે શર્માનાં કૉંગ્રેસ છોડ્યા બાદ આસામમાં તો કૉંગ્રેસ ગઈ, નૉર્થ-ઈસ્ટનાં બાકીનાં રાજ્યોમાં પણ બીજેપી સત્તામાં આવવામાં સફળ રહી. આનો શ્રેય ઘણા અંશે શર્માને જાય છે.

આ વિડીયો પણ જુઓ: ભેસાણ ના એક અગ્રણી દ્વારા ઈચ્છામુર્ત્યું ની માંગણી કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન