Rahul Gandhi's Statement on Congress Party's Mega Plan
  • Home
  • Featured
  • પ્રિયંકાને UPમાં કેમ મોકલવામાં આવ્યા તેનો રાહુલે કર્યો ખુુલાસો, SP-BSPને આપ્યો સંકેત

પ્રિયંકાને UPમાં કેમ મોકલવામાં આવ્યા તેનો રાહુલે કર્યો ખુુલાસો, SP-BSPને આપ્યો સંકેત

 | 5:46 pm IST

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે પોતાની રણનીતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી અને પાર્ટીના મહાસચિવની જવાબદારી મળતાની સાથે જ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા લખનઉમાં મેગા રેલીમાં સાથે જોવા મળ્યા હતા. આ રેલીમાં કોંગ્રેસ પાર્ટીની રણનીતિ જાહેર કરતા રાહુલ ગાંધી બોલ્યા હતા કે પાર્ટી અહીં બેક ફુટ પર નહીં, પરંતુ ફ્રન્ટ ફુટ પર રમશે.

આ રેલીમાં રાહુલ ગાંધી બોલ્યા હતા કે આ દેશનું જો કોઇ દિલ છે તે એ છે ઉત્તર પ્રદેશ. મેં પ્રિયંકાજી અને સિંધિયાજીને અહીંના પ્રભારી તરીકે જાહેર કર્યા છે. મેં તેમણે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રજા સાથે વર્ષોથી થઇ રહેલા અન્યાયને દૂર કરવા માટે તમારે કામ કરવાનું છે અને ઉત્તર પ્રદેશમાં ન્યાયવાળી સરકાર બનાવવાની છે.

પાર્ટીનું લક્ષ્ય આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર લાવવાનો છે અને અમે અહીં બેક ફુટમાં નહીં, પરંતુ ફ્રન્ટ ફુટમાં રમાવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર નહીં બને ત્યાં સુધી હું, પ્રિયંકા અને સિંધ્યાજી શાંતિથી નહીં બેસીએ.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લખનઉમાં યોજાયેલી મેગા રેલીમાં એકદમ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના જ અંદાજમાં કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેઓ રેલીમાં બોલ્યા હતા કે રાજ્યમાં લોકોએ હવે બધાને જોઇ લીધા છે, હવે તેમને કોંગ્રેસની સરકાર જોઇએ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકારને આગળ લાવવાની છે અને તેના માટે રાજ્યના એકદમ નાના નેતાને આગળ લાવવાની જરૂર છે. જે લોકો હેલિકોપ્ટરમાં આવે છે અને જતા રહે છે, તેમની જરૂર નથી હવે.

જ્યારે રાજ્યના યુવાનો માટે રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી આવ્યા હતા, 56 ઇંચની છાતી લઇને, બોલ્યા હતા કે હું પીએમ નહીં ચોકીદાર બનવા માગુ છું. સમાચારમાં આવ્યું હતું કે રાફેલને લઇને જે કરાર થયો તેમાં વડાપ્રધાનનો હસ્તક્ષેપ હતો. દરેક ડિફેન્સ ડીલમાં ભષ્ટ્રાચારને લઇને એક ક્લૉજ હોય છે, જેમાં લખ્યું હોય છે કે જો ભ્રષ્ટાચાર થશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કરારને પણ રદ બાતલ કરવામાં આવશે, પરંતુ મોદીજીએ તો દેશના લોકો પાસેથી પૈસા લઇ અંબાણીને આપી દીધા છે. જ્યારે આજે મોદીજીનો ભ્રષ્ટાચાર યુવાનો અને ખેડૂતો સામે આવી ગયો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો પાસે ઘણા પ્રશ્નો છે. આ સમયે ચૂંટણીઓમાં રોજગાર, ભ્રષ્ટાચાર અને દેવા માફી જેવી ઘણી સમસ્યાઓ છે. રાહુલએ કહ્યું કે ગઠબંધન પણ અહીં ચૂંટણી લડવા જઇ રહ્યું છે. હું માયાવતી અને અખિલેશ જીનો આદર કરું છું પરંતુ કોંગ્રેસ અહીં સંપૂર્ણ શક્તિથી લડશે. પોતાની વિચારધારા માટે લડશે.