રાહુલ ગાંધી ઘૂસી ગયા મહિલાઓના ટોઇલેટમાં અને પછી... - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાહુલ ગાંધી ઘૂસી ગયા મહિલાઓના ટોઇલેટમાં અને પછી…

રાહુલ ગાંધી ઘૂસી ગયા મહિલાઓના ટોઇલેટમાં અને પછી…

 | 2:35 pm IST

વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ગુજરાતના મતદારોને ખેંચવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે હતા. આ મુલાકાતના છેલ્લા દિવસે તેઓ આદિવાસી વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કાર્યક્રમ પહેલા ફ્રેશ થવા માટે મહિલા શૌચાલયનો ઉપયોગ કરી લીધો હતો. જો કે, શૌચાલય બહાર ગુજરાતીમાં બોર્ડ હોવાને કારણે આવી ચૂક થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી દરબાર હોલ ખાતે જેવા મહિલા શૌચાલયમાં પહોંચ્યા કે તુરંત જ એસપીજીની ટુકડીએ મીડિયાકર્મીઓના કેમેરા બંધ કરાવી દીધા હતા. જેથી આ ઘટના તેમના કેમેરામાં કેદ ન થાય. જોકે મહિલા શૌચાલયનો દરવાજો ખોલતા એસપીજી અને બહાર નીકળતાં રાહુલ ગાંધી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

રાહુલ ગાંધીએ જે મહિલા શૌચાલયનો ઉપયોગ કર્યો, ત્યારબાદ કોંગ્રસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલ પણ તે જ મહિલા શૌચાલયમાં ગયા હતા. મહિલા શૌચાલયની બહાર ગુજરાતીમાં એક કાગળ ઉપર લખાણ લખવામા આવ્યું હતું, મહિલાઓ માટેનું શૌચાલય. જોકે તે કાગળ ઉપર પુરૂષ કે મહિલાનુ ચિન્હ મુકવામાં આવ્યું ન હતું, જેથી રાહુલને ગુજરાતીમાં લખેલુ લખાણ સમજમાં ન આવ્યું અને તેઓ મહિલાઓના શૌચાલયમાં જતા ગયા હતા. રાહુલ જેમ મહિલાઓના શૌચાલયમાંથી બહાર નિકળ્યાં તેમજ સ્થળ ઉપર ઉપસ્થિતી લોકોએ મુંગા મોઢે હસવાનું શરુ કરી દીધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે રાહુલ મહિલા શૌચાલયમાં ઘૂસ્યા કે તુરંત જ દિવાલ ઉપર મહિલા માટે શૌચાલયના લખાણવાળું સ્ટીકર કાઢી નાખવામાં આવ્યું હતું.