રાહુલ પાર્ટટાઇમ પોલિટિશિયન છે : ભાજપનો આક્ષેપ

92

નવી દિલ્હી :

રાહુલ ગાંધીનાં ભાષણનો પ્રત્યાઘાત આપતાં ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે તેઓ પાર્ટટાઇમ પોલિટિક્સ કરે છે. દેશ પરેશાનીમાં હતો ત્યારે તેઓ રજા માણવા વિદેશ ચાલ્યા ગયા હતા. તેમણે આની સરખામણી રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો તેવું કહીને કરી હતી. રાહુલ ગાંધી ૧૧ વિદેશમાં રજા ગાળીને સોમવારે જ દેશમાં પાછા આવ્યા છે, જો તેમને લોકોની પરવા હોત તો વિદેશ ગયા ન હોત તેમ હુસેને કહ્યું હતું. દેશની જનતા મોદીની સાથે છે. મોદીએ દેશની ઈકોનોમીને મજબૂત બનાવી છે. રાહુલ ગાંધી ૨૦૧૯નાં સપનાં જોવાનું બંધ કરે.