Rahul-priyanka gandhi might face trouble from g 23 leaders
  • Home
  • Election
  • આસામ-બંગાળથી લઇને કેરળ સુધી કૉંગ્રેસનો સફાયો, રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ ખુલી શકે છે મોરચો

આસામ-બંગાળથી લઇને કેરળ સુધી કૉંગ્રેસનો સફાયો, રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ ખુલી શકે છે મોરચો

 | 1:57 pm IST
  • Share

દેશના 5 રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાની હારના ક્રમને તોડવામાં અસફળ રહી છે, જેના કારણે પાર્ટીનો હાથ એકવાર ફરીથી ખાલી રહી ગયો છે. રાહુલ ગાંધીએ કેરળ તો પ્રિયંકા ગાંધીએ આસામમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. આવામાં આસામ અને કેરળમાં તમામ સંભાવનાઓ છતા પાર્ટીની હારે રાહુલ- પ્રિયંકાના નેતૃત્વ તેમજ રણનીતિ પર પ્રશ્ન ઉપસ્થિત કરી દીધા છે. પાર્ટીમાં ઉઠતા વિદ્રોહ અને વધતા અસંતોષની વચ્ચે કૉંગ્રેસની હારે બળવાખોર નેતાઓને ગાંધી પરિવારની વિરુદ્ધ મોરચો ખોલવાની તક આપી દીધી છે.

પાંચ રાજ્યોની ચૂંટણી રણનીતિનું સંચાલન સંપૂર્ણ રીતે કૉંગ્રેસના વર્તમાન નેતૃ્ત્વ અને તેમના નજીકના પાર્ટી રણીનીતિકારોના હાથમાં જ રહ્યું. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હોવાના કારણે વિધાનસભામાં તેમની શાખ દાવ પર લાગી હતી. આ કારણે રાહુલે સૌથી વધારે ફોકસ કેરળના ચૂંટણી પ્રચાર પર રાખ્યું હતુ, જ્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખુદને આસામના ચૂંટણી પ્રચારમાં લગાવ્યા હતા. જો કે 5 રાજ્યોમાંથી આ બંનેએ મુખ્ય રીતે ખુદને 2 રાજ્યોમાં જ કેન્દ્રીત રાખ્યા.

તેમ છતા ગાંધી પરિવારના બંને નેતા પોત-પોતાના રાજ્યમાં સફળ ના થયા. કૉંગ્રેસ નેતૃત્વ સત્તા વિરોધી માહોલ બાદ પણ જનમત મેળવવામાં સફળ ના રહ્યું. આસામ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પોતાની સરકાર બચાવવામાં એકવાર ફરી સફળ ગઈ. તો કૉંગ્રેસનો બદરુદ્દીન અજમલની પાર્ટીની સાથે ગઠબંધન કરવાનો દાવો પણ ફેલ ગયો. એટલું જ નહીં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપીને પ્રિયંકાએ એક નિર્ણાયક પ્રયોગ પણ કર્યો, પરંતુ પાર્ટીને આનો લાભ પણ ના મળી શક્યો અને કૉંગ્રેસ પોતાના જૂના પરિણામોની આસપાસ ફરતી રહી.

કૉંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીની ઠીક પહેલા 5 રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે ગાંધી પરિવાર તરફ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. બંગાળમાં કૉંગ્રેસનું ખાતું ના ખુલવા, આસામ-કેરળમાં કારમી હાર અને પોન્ડિચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ પાર્ટીમાં એકવાર ફરી ડખો થવાની શક્યતા વધી ગઈ છે, કેમકે પાર્ટીના અસંતુષ્ટ ગ્રુપ (જી-23)ના નેતાઓ તરફથી કૉંગ્રેસના સતત સંકેલાતા આધાર પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આવામાં પાર્ટીનું આ બળવાખોર જૂથ એકવાર ફરી મોરચો ખોલી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો