Rahul Gandhi Taunts At PM Moid, Said - Testing of Corona Should Increased
  • Home
  • Corona Live
  • રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર કર્યો પ્રહાર, તાળી વગાડવા અને દીવા પ્રગટાવવા પર માર્યો ટોણો

રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર કર્યો પ્રહાર, તાળી વગાડવા અને દીવા પ્રગટાવવા પર માર્યો ટોણો

 | 6:19 pm IST

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પર્યાપ્ત રીતે ટેસ્ટ નથી થઈ રહ્યા. તેમણે નામ લીધા વગર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે લોકોનાં તાળી વગાડવાથી અને દીવો પ્રગટાવવાથી સમસ્યાનું સમાધાન ના કરી શકાય. કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારનાં ટ્વીટ કરીને ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની માંગ કરી છે.

ભારતમાં નથી થઈ રહ્યું કોરોનાનું પુરતુ ટેસ્ટિંગ

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોવિડ-19ને પહોંચી વળવા માટે ભારત હજુ પુરતા ટેસ્ટ નથી કરી રહ્યું. લોકોનાં તાળી વગાડવાથી અને દીવા પ્રગટાવવાથી સમસ્યાનું સમાધાન નથી થવા જઇ રહ્યું.’ રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક ગ્રાફ પણ શેર કર્યો છે જેમાં દુનિયાભરમાં પ્રતિ મિલિયન વસ્તીનાં હિસાબે થનારા ટેસ્ટ અને પોઝિટિવ આવેલા કેસને દર્શાવ્યા છે. મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા માટેની માંગ સતત વધી રહી છે.

પ્રિયંકા ગાંધીએ પણ ટેસ્ટિંગ વધારવાની કરી હતી અપીલ

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ટેસ્ટનાં દર વધારવાની માંગ કરી ચુક્યા છે. પ્રિયંકા ગાંધીએ ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની જરૂરિયાત બતાવતા કહ્યું કે, આનાથી રોગની ગંભીરતા અને ફોકલ પોઇન્ટ્સનાં સંબંધમાં વધારે અગત્યની જાણકારી પ્રાપ્ત થશે. મોટા પ્રમાણમાં શોધ દેશમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ માટે મદદગાર સાબિત થશે. સરકારે હવે કાર્યવાહી કરવી જોઇએ. તેમણે કહ્યું કે, લૉકડાઉનનાં પરિણામ પ્રાપ્ત કરવા માટે આને પ્રોત્સાહિત કરવું જોઇએ.

સુુપ્રીમ કોર્ટમાં પણ ટેસ્ટિંગ મામલે કરાઈ હતી અરજી

કોરોના ટેસ્ટિંગની માંગ વધારવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારનાં એક જનહિત અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે ભારતમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં સંકટનાં કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું અને તેના નવમાં દિવસે પીએમ મોદીએ દેશને ફરી સંબોધિત કર્યો. તેમણે દેશવાસીઓને લોકોને રવિવારનાં રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવવાની અપીલ કરી છે. આ પાછળનો ઉદ્દેશ એકતાનો સંદેશ આપવાનો છે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં 105 કોરોના પોઝિટિવ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન