Rahul Vaidya gets death threat for his new music video Garbe Ki Raat
  • Home
  • Entertainment
  • ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશ્લીલ દ્રશ્યો સામે રોષે ભરાયા ગુજરાતી કલાકારો  

ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશ્લીલ દ્રશ્યો સામે રોષે ભરાયા ગુજરાતી કલાકારો  

 | 7:00 am IST
  • Share

કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ વાંધો ઉઠાવ્યો, રાજકોટમાં સાઇબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ, રાહુલને મળ્યા ધમકીભર્યા ફોન કોલ્સ

વિવાદ શું છે ?

ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં ર્ધાિમક લાગણી દુભાય તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

તાજેતરમાં નવરાત્રિને ધ્યાનમાં રાખી સિંગર રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી દ્વારા ‘ગરબે કી રાત’ આલ્બમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ આલ્બમની કોરિયોગ્રાફીમાં નિયા શર્મા ગરબાની લિરિક્સ સાથે અશ્લીલ ડાન્સ કરતી હોવાથી ગુજરાતી સિંગરે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે રાજકોટમાં સાઇબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. આ ગીતમાં ગરબા સાથે અશ્લીલ ડાન્સ-દૃશ્યો આવતાં સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. આ મુદ્દે લોક ગાયક ર્કીિતદાન ગઢવીએ જણાવ્યું હતું કે ‘આવી ગંદી હરકતવાળા ગીતને તાત્કાલિક હટાવવાની મારી અપીલ છે’

મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો : રાહુલ વૈદ્ય

બોલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું કે ‘ ગીતમાં જે માતાજીના નામને લઈને અજાણતા ઠેસ પહોંચી છે, કોઈની ભાવના કે કોઈને ઠેસ પહોંચાડવાનો ઔઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઈ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઈ મેં ગીત બનાવ્યું હતું, ગીતમાં જે માતાજીનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઈશ, શનિ- રવિની રજાને લઈને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને ૩ દિવસનો સમય આપશો.

ઉલ્લેખનીય છે કે રાહુલ વૈદ્યના આ સોંગ પર વિવાદ છેડાયા બાદ રાહુલ વૈદ્યને ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હોવાનું નિવેદન આપ્યુ છે. રાહુલ વૈદ્ય  વિરુદ્ધના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

ગુજરાતનાં લોકસાહિત્યકારોએ રાહુલ વૈદ્યનાં વિવાદિત સોંગ પર શું આપી પ્રતિક્રિયા

યુવાનો-સમાજ પર ખોટી અસર પડે છે 

‘આ ગીતમાં ગુજરાતી અને સૌરાષ્ટ્રના લોકોના આરાધ્ય બે માતાજીના નામે જે ગીત રજૂ કરવામાં આવ્યું છે તે ઘણું જ અશ્લીલ છે અને તેનું ચિત્રણ પણ અશ્લીલ છે. તેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે ડાન્સ અને કપડાં પહેરવામાં આવ્યા છે તે ઘણું જ અશ્લીલ છે અને આવા દૃશ્યોને તાત્કાલિક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે.’

-કીર્તિદાન ગઢવી, સિંગર

આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય

માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય. આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે, યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આ પ્રકારનાં ગરબા સોંગથી ગુજરાતની ર્ધાિમક લાગણી દુભાય છે. જેને ક્યારે પણ સાંખીઔના લેવાય.

-રાજભા ગઢવી, લોકસાહિત્યકાર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો