Rahul's anger erupted in front of the camera for losing the match he won
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • જીતેલી મેચ હારી જતા ગુસ્સે થઈ ગયો રાહુલ, કહ્યું – હારનો વિલેન આ જ છે

જીતેલી મેચ હારી જતા ગુસ્સે થઈ ગયો રાહુલ, કહ્યું – હારનો વિલેન આ જ છે

 | 12:25 pm IST
  • Share

ગઈકાલે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી IPL ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેષ્ઠ બેટિંગ હોવા છતાં પંજાબ કિંગ્સ જીતેલી મેચ હારી ગઈ હતી. રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 183 રન જ બનાવી શકી હતી. પંજાબની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર 4 રનની જરૂર હતી અને તેની આઠ વિકેટ બાકી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સના બોલર કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો.

પંજાબ કિંગ્સના બેટ્સમેનો છેલ્લી ઓવર સુધી મેચમાં વિજયની સીમા પર ઉભા હતા, તે ટીમને જીતાડી શક્યા ન હતા. ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને કોચ અનિલ કુંબલે મેચ હાર્યા બાદ નિરાશ દેખાતા હતા.

પંજાબના કેપ્ટને કહ્યું, ‘આ હાર સ્વીકારવી મુશ્કેલ છે. અમારી ટીમ પહેલા પણ આવી રમતનો અનુભવ કરી ચૂકી છે. દબાણને કેવી રીતે સંભાળવું તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અમે ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા નથી. હવે મજબૂત રીતે વાપસી કરીને આગામી પાંચ મેચને જીતવાનો પ્રયાસ કરીશું.

પંજાબ કિંગ્સે તેમના એક ખોટા નિર્ણયને કારણે આ મેચમાં પોતાના પગ પર કુહાડી મારી દીધી હતી. હકીકતમાં રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ક્રિસ ગેલ જેવા બેટ્સમેનને તક આપી ન હતી. પંજાબ કિંગ્સની ટીમમાં ક્રિસ ગેલની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમને સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એડન માર્ક્રરમે 20 બોલમાં 26 રનની સ્લો ઇનિંગ રમી હતી.

ક્રિઝ પર હોવા છતાં એડન માર્કરમ પંજાબ કિંગ્સને જીતાડી શક્યો નહીં. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સની ટીમની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે. જો પંજાબ કિંગ્સની ટીમે ક્રિસ ગેલને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી હોત તો તેને 2 રને હારનો સામનો કરવો પડ્યો ન હોત. રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો