ઐશ્વર્યાએ ભારતને વૈશ્વિક નકશા પર ઓળખ અપાવી : દીપિકા - Sandesh
  • Home
  • India
  • ઐશ્વર્યાએ ભારતને વૈશ્વિક નકશા પર ઓળખ અપાવી : દીપિકા

ઐશ્વર્યાએ ભારતને વૈશ્વિક નકશા પર ઓળખ અપાવી : દીપિકા

 | 3:08 am IST
  • Share

બોલિવૂડની એક્ટ્રેસ દીપિકા પદુકોણ હોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ “ ટ્રિપલ એક્સ–ધ રિટર્ન જેન્ડર કેજ “માં કામ કર્યા પછી આજકાલ ચર્ચામાં છે. ભારતમાં અને પિૃમનાં દેશોમાં તેનાં નામની અને કામની ચર્ચા થઈ રહી છે. હમણાં જ તે વિદેશથી પાછી આવી છે. પોતાની કરિયર અંગે તે કહે છે કે જો મને સારી વાર્તા સાથે ઓફર કરવામાં આવે તો હું સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવા તૈયાર છું. મારા માટે સવાલ ફક્ત ભાષાનો છે. અમેરિકામાં કામ કરવાનાં તેનાં અનુભવ અંગે દીપિકાએ કહ્યું હતું કે એક અભિનેત્રી તરીકે હું મારા કામને હોલિવૂડ કે બોલિવૂડમાં વિભાજિત કરતી નથી. મારો શ્રેષ્ઠ અભિનય આપવા કોશિશ કરું છું. હોલિવૂડમાં સફળ રહેલી તેની હરીફ પ્રિયંકા ચોપરા અંગે પૂછતા દીપિકાએ કહ્યું હતું કે ભારતને વૈશ્વિક નકશા પર મૂકવાનો પહેલો શ્રેય ઐશ્વર્યા રાય બચ્ચનને જાય છે. મારા મતે તેઓ ટોર્ચ બેરર હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો