રાજકોટમાં 10 પેટ્રોલ પંપ પર દરોડા, શું હતું કારણ જાણો અહિં - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં 10 પેટ્રોલ પંપ પર દરોડા, શું હતું કારણ જાણો અહિં

રાજકોટમાં 10 પેટ્રોલ પંપ પર દરોડા, શું હતું કારણ જાણો અહિં

 | 3:05 pm IST

+
રાજકોટમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 20 જેટલાં અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરી રહી હતા. દસેય પેટ્રોલ પંપ પર અલઘ અલગ ઈશ્યૂને લઈને તપાસ કરવામાં આવી હતી.

પેટ્રોલ અને ડીઝલમાં કમરતોડ ભાવ વધારો અને પેટ્રોલ ડીઝલમાં વપરાશકારોને મળતી ઘટ્ટ જેવા અનેક મુદ્દે ફરિયાદ ઉઠવા પામતા, વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં અલગ અલગ દસ જેટલાં પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

પેટ્રોલ ડીઝલનો જથ્થો અને ડેનસીટીને લઈને પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પર પેટ્રોલપંપ પરના સેફ્ટી મેજર્સ પણ ચકાસવામાં આવ્યા હતા. જે પંપ પર ખામીઓ જોવા મળી તે પેટ્રોલપંપ પર કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. ગેરરીતિ પકડાતા પંપ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજકોટના ડેપ્યુટી કલેક્ટર પી આર જાનીએ કહ્યું હતું કે પેટ્રોલ પંપ  ધારાધોરણો મુજબ કાર્યવાન્વિત છે કે નહિ તે અંગે ચપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક પાસાઓ ચકાસવામાં આવ્યા હતા. જેમાં મામલતદાર સહિતના 20 જેટલાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જે પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા તેમાં રાજકોટના શાપર વેરાવળ માર્ગ તેમજ કોટડાસાંગાણીના 4 પંપ અને  પેટ્રોલપંપ તેમજ રાજકોટ શહેરના પેટ્રોલપંપનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન