Railway big announcement about reservations in Lockdown
  • Home
  • Business
  • લોકડાઉન બાદ 15 એપ્રિલથી રિઝર્વેશન સુવિધા શરૂ થશે! હવે રેલવે કરી મહત્વની સ્પષ્ટતા

લોકડાઉન બાદ 15 એપ્રિલથી રિઝર્વેશન સુવિધા શરૂ થશે! હવે રેલવે કરી મહત્વની સ્પષ્ટતા

 | 2:01 pm IST

હાલ કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન છે. જેના કારણે લોકો પોતાના ઘરની અંદર કેદ છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. કોરોનાના કેસ દૈનિક ધોરણે વધી રહ્યા છે. તેથી કેન્દ્ર સરકારે કોનોરા સામેની લડાઈમાં સહકાર આપવા અને ઘરની બહાર ન નીકળવા દેશના નાગરિકોને નિર્દેશ આપ્યા છે.

લોકડાઉનના કારણે દેશની જીવાદોરી ટ્રેન સુવિધા પણ બંધ છે. જેમાં પેસેન્જર સેવાઓ 22 માર્ચથી બંધ છે જ્યારે નૂર ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. ત્યારે હવે લોકડાઉન સમાપ્ત થતા આગામી દિવસેથી એટલે કે 15 એપ્રિલથી રિઝર્વેશન સુવિધા ફરી શરૂ થશે એવી અફવાહો પર રેલવેએ સ્પષ્ટતા કરી છે. રેલવે કહ્યું કે 14 એપ્રિલ સુધી જ રિઝર્વેશન પર રોક લાગી હતી. ત્યાર બાદ એટલે કે 15 તારીખથી રિઝર્વેશન પર રોક ક્યારે લાગી જ નહોતી. એટલે કે સ્પષ્ટ છે કે 15 એપ્રિલથી રિઝર્વેશન ખુલવાની વાત એટલા માટે ખોટી છે કારણ કે જ્યારે રોક લાગી જ નથી તો હટવાનો સવાલ જ નથી થતો.

મીડિયા રિપોર્ટ મુજબ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી કે, આઈઆરસીટીસી 15 એપ્રિલથી રેલવે ટિકટોની બુકિંગ શરૂ કરી દેશે પરંતુ એવું પણ કહેવામાં કે આ સુવિધા આંશિક રીતે શરૂ કરવામાં આવશે. ટ્રેનોનું સંચાલન સંપૂર્ણ રીતે શરૂ થવામાં હાલ સમય છે. રેલવે સ્પષ્ટતા કરી કે હાલના નિયમ હેઠળ મુસાફરીની દિવસથી 120 દિવસ પહેલા જ રિઝર્વેશનની સુવિધા મળવા લાગે છે. આ નિયમ મુજબ 15 એપ્રિલ અને આના આગાળની તારીખો માટે 120 દિવસ પહેલાથી જ રિઝર્વેશન બુકિંગની સુવિધા આપવામાં આવી છે.

એવામાં હવે લોકડાઉન બાદ એટલે કે 15 એપ્રિલથી રેલ મુસાફરી માટે રિઝર્વેશન સુવિધા શરૂ હોવાની વાત તદ્દન અફવાહ છે. આમાં કોઈ સચ્ચાઈ નથી. રેલવે સ્પષ્ટ કર્યું કે 14 એપ્રિલ બાદની મુસાફરી માટે લોકડાઉનના ઘણા સમય પહેલાથી રિઝર્વેશન સુવિધા શરૂ હતી અને આના પર ક્યારે રોક લગાવવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સારવાર બાદ વધુ એક દર્દી સ્વસ્થ થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન