railway earned more than 1536 crore from cancellation of tickets
  • Home
  • Business
  • રદ થયેલ ટિકિટથી રેલવેએ કરી અધધ કમાણી, રકમ જાણી આંખો થશે પહોળી

રદ થયેલ ટિકિટથી રેલવેએ કરી અધધ કમાણી, રકમ જાણી આંખો થશે પહોળી

 | 6:08 pm IST

રેલવેને પ્રવાસીઓની ટિકિટની સાથે સાથે ટિકિટ રદ કરવાથી પણ મોટી કમાણી થઇ રહી છે. સૂચના અધિકાર (આરટીઆઇ) થી જાણવા મળ્યું છે કે, નાણાંકીય વર્ષ 2018-19માં ટિકિટ રદ કરવાના બદલે મુસાફરોથી વસૂલાત કરવામાં આવેલ રકમથી રેલવેની તિજોરીમાં આશરે 1,536.85 કરોડ રૂપિયા જમા થયા છે.

આરટીઆઈથી મળેલ માહિતી:
મધ્યપ્રદેશના નીમચના રહેવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડેએ શુક્રવારે આ માહિતી આપી કે તેમને રેલવે મંત્રાલયના રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ સેન્ટ્રલ (સીઆરઆઈએસ) થી વિવિધ અરજીઓ દ્વારા આ માહિતી મળી છે.

આરટીઆઇ અરજીમાં પૂછેલા પ્રશ્નોના જવાબ મુજબ, રેલવે દ્વારા અનામત ટિકિટોના નાબૂદીકરણથી 1,518.62 કરોડ રૂપિયા કમાયા છે.

અનરક્ષિત ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ) હેઠળ બુક મુસાફરીની ટિકિટ રદ કરવાથી રેલવેએ રૂપિયા 18.23 કરોડની કમાણી કરી છે. ગૌડએ પોતાની આરટીઆઈ અરજીમાં રેલવેથી આ પણ જાણવા માગ્યું હતું કે શું ટિકિટ રદ કરાવવાના ચાર્જમાં કોઇ ઘટાડો કરવાની યોજના પર કામ થઇ રહ્યું છે કે નહી. વધુમાં આરટીઆઈ કાર્યકરે કહ્યું છે કે, આ પ્રશ્નનો જવાબ મને હજુ સુધી મળ્યો નથી. જેની રાહ મારે જોવી પડશે. તેમજ તેઓએ જણાવ્યું હતુ કે રેલવે ટિકિટ રદ કરવાના ચાર્જને જલદીથી ઘટાડવો જોઇએ. જે જનહિતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન