Railway minister trolled over Einstein's discovery of gravity 'statement
  • Home
  • Videos
  • Featured Videos
  • મોદી સરકારના આ મંત્રીજી તો જબરા જ્ઞાની પંડિત, વિજ્ઞાનની આખી થિયરી જ પલ્ટી નાંખી Video

મોદી સરકારના આ મંત્રીજી તો જબરા જ્ઞાની પંડિત, વિજ્ઞાનની આખી થિયરી જ પલ્ટી નાંખી Video

 | 8:20 pm IST

રેલ મંત્રી પીયૂષ ગોયલ ગુરૂવારે લોકોના નિશાના પર આવી ગયા. ભારતીય અર્થવ્યવસ્થા પર એક સંમેલનમાં બોલતા ગોયલે કહી દીધુ કે, ગુરૂત્વાકર્ષણના નિયમની શોધ આઇનસ્ટાઇને કરી હતી. આ વીડિયો વાયુવેગે ખુબ જ વાયરલ થવા લાગ્યો અને લોકો પીયુષ ગોયલને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવા લાગ્યા. અને ટ્વીટર પર આઇનસ્ટાઇન, ન્યૂટન અને પીયૂષ ગોયલ ટ્રેન્ડીંગમાં આવી ગયા. જોકે બાદમાં તેમને પોતાના નિવેદન પર સફાઇ આપતા કહ્યું કે મારી વાતનું વતંગર બનાવવામાં આવી રહ્યું છે.

ગોયલ 50 ખરબ રૂપિયાની અર્થવ્યવસ્થા બનાવવાને લઇ પોતાના વિચારો આપી રહ્યા હતાં. આ દરમિાયન તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને લઇ મોટા આંકડાને જોવાની જરૂર નથી. જો આઇનસ્ટાઇને આંકડો અને ગણિતની ચિંતા કરી હોત તો ક્યારેય ગુરૂત્વાકર્ષણની શોધ કરી શક્તા નહી.

ગોયલની આ વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. લોકો તેમના આ નિવેદન બાદ તેમને તેમની ડીગ્રી વિશે પણ સવાલો કરી રહ્યા છે. વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ સફાઇ આપતા કહ્યું કે, તેઓ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નિવેદન આપી રહ્યા હતા, જેમા મારા એક શબ્દને તોડી મરોડીને રજૂ કરવામાં આવી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન