Railway pay passengers using plastic bottle crushers at stations
  • Home
  • Featured
  • હવે રેલવે સ્ટેશન પર મળશે ફ્રીમાં મોબાઇલ ટોકટાઇમ, કરવું પડશે આ કામ

હવે રેલવે સ્ટેશન પર મળશે ફ્રીમાં મોબાઇલ ટોકટાઇમ, કરવું પડશે આ કામ

 | 8:54 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ વખત ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકના ઉપયોગને નકારવાની પહેલ હેઠળ રેલવે નવી રીત શરૂઆત કરી છે. જો કોઇ મુસાફર રેલવે સ્ટેશન પર મુકેલી પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનો ઉપયોગ કરે છે તો રેલવે તેના ફોનમાં રિચાર્જ કરવામાં મદદ કરે છે. ઉલ્લેખનિય છે કે સ્વતંત્રતા દિવસના રોજ પોતાના ભાષણમાં પી.એમ. મોદીએ રાષ્ટ્રથી સિંગલ યૂઝ થતા પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને પ્રાથમિકતા પર પાણીની પ્લાસ્ટિકની બોટલોનો વિકલ્પ શોધવાની અપીલ કરી હતી.

તે માટે ભારતીય રેલવેએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રોકવાની મોટી યોજના પર કામ શરૂ કર્યું છે. આ હેઠળ 2 ઓક્ટોબર સુધીમાં ટ્રેન અને રેલવે સ્ટેશનો પર સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. આ પ્લાસ્ટિક છે જે 50 માઇક્રોનથી ઓછું હશે. જો કે ભારતીય રેલવે સામે અનેક પડકારો છે, જેનો સામનો કરવો સહેલું નથી. રેલેવેની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે દરરોજ લગભગ 25 લાખ પાણીની બોટલો અને પીણાંની 10 લાખ અન્ય પ્લાસ્ટિકની બોટલ, જેનો ઉપયોગ ટ્રેન, સ્ટેશન પરિસર અથવા તેની આસપાસ કરવામાં આવે છે.

આ દિવસોમાં રેલવે 25 લાખ પાણીની બોટલો અને 10 લાખ અન્ય પીણાની બોટલો પર વિશેષ કામગીરી કરી રહી છે. આ જ કારણ છે કે રેલવે તેની એ1 અને એ કેટેગરીના 400 સ્ટેશનો પર બોટલ ક્રિશિંગ મશીન સ્થાપિત કરવા જઈ રહી છે. હાલમાં 128 રેલવે સ્ટેશન પર આવા 160 મશીનો લગાવવામાં આવ્યા છે.

આ મશીનોમાં એક વિશેષ સુવિધા પણ હાજર રહેશે. જો તમે આ મશીનોમાં પાણીની બોટલ નાખશો તો તમારે તમારો મોબાઇલ નંબર પણ દાખલ કરવો પડશે. મશીનમાં બોટલ મૂકીને તે તમારા ફોનમાં રિચાર્જ કરશે. આઈઆરસીટીસી ટ્રેનમાં ઉપયોગ કર્યા પછી ખાલી બોટલ એકત્રિત કરીને તેને રિસાયક્લિંગ માટે મોકલશે જેથી પ્લાસ્ટિકનો કચરો ઓછો થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન