Video: ટ્રેકમેને રેલવેના પાટા પર 400 મીટર દોડી હજારો મુસાફરોની જિંદગી બચાવી - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ટ્રેકમેને રેલવેના પાટા પર 400 મીટર દોડી હજારો મુસાફરોની જિંદગી બચાવી

Video: ટ્રેકમેને રેલવેના પાટા પર 400 મીટર દોડી હજારો મુસાફરોની જિંદગી બચાવી

 | 2:25 pm IST

નવસારીમાં રેલવે ટ્રેકમેનની સતર્કતાએ બચાવી અનેક જિંદગી બચાવી છે. ટ્રેકમેને હજારો મુસાફરોની જિંદગી બચાવતા માનવતા મહેકાવી છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં ભારે વરસાદના વરસી રહ્યો છે. જેના કારણે અંબિકા નદી બેકાંઠે વહી રહી છે. અંબિકા નદીના વહેણમાં બીલીમોરા પાસે દેવધા પાસે રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. આ બાબત રેલવેના ટ્રેકમેનના ધ્યાને આવી હતી. તે દરમિયાન તેને સામેથી એક ટ્રેન આવતી નજરે પડી. તેણે બિલકુલ સમય વેડફ્યા વગર રેલવે ટ્રેક પર 400 મીટર સુધી લગાવી દોટ લગાવી. રેલવે ટ્રેકમેને સામેથી આવી રહેલી જયપુર – અજમેર બાંદ્ગા ટ્રેનને અટકાવી હતી. આમ અનેક મુસાફરોની જિંદગી બચાવી રેલવે ટ્રેકમને માનવતા મહેકાવી હતી.