રેલવે અકસ્માતોને નિવારવા ભરાયું આ મોટું પગલું, નિવડશે ખૂબ લાભકારી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રેલવે અકસ્માતોને નિવારવા ભરાયું આ મોટું પગલું, નિવડશે ખૂબ લાભકારી

રેલવે અકસ્માતોને નિવારવા ભરાયું આ મોટું પગલું, નિવડશે ખૂબ લાભકારી

 | 4:52 pm IST

હાલમાં ટ્રેનનો લોકો પાઇલટ (ડ્રાઇવર) ટ્રેક ઉપર કોઇપણ ખામી હોય અથવા ટ્રેનને લગતી કોઇ સમસ્યા હોય તો વોકીટોકી મારફતે ટ્રેનમાં સવાર ગાર્ડને જાણ કરે છે, પરંતુ સ્ટેશન માસ્ટર અથવા સુપરવાઇઝરને જાણ કરવી હોય તો નજીકના સ્ટેશન ઉપર પહોંચ્યા બાદ જ તેમનો સંપર્ક કરી શકે છે. જોકે, ટ્રેનનો ડ્રાઇવર ચાલુ ટ્રેને ગમે ત્યાંથી સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર અથવા અન્ય કોઇ વિભાગ સાથે સંપર્ક કરી શકે તે માટે રેલવેતંત્ર દ્વારા ૯૦૦૦ કરોડના ખર્ચે મોબાઇલ રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ ઊભી કરાશે. આ સિસ્ટમ બાદ ટ્રેનનો ડ્રાઇવર બે સ્ટેશનની વચ્ચે ગમે ત્યાં બનાવ બને તો લાગતા વળગતા વિભાગ અથવા સ્ટેશન માસ્ટરનો સીધો કેન્ટેક્ટ કરી શકશે.

ગત ગુરુવારે મોડી રાત્રે સુરતમાં અહિંસા એક્સપ્રેસ ઉથલાવી દેવા પ્રયાસ કરાયો હતો. આ ઘટના બાદ સુરત રેલવે સ્ટેશનની આસપાસ ન્યૂસન્સ ફેલાવતા અસામાજિક તત્ત્વોને દૂર કરવા રેલવેતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ ઘટનામાં ટ્રેનના ડ્રાઇવરની સમયચૂકતાને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનની વચ્ચે ટ્રેક ઉપર બેંચ મૂકી દીધી હતી. ટ્રેનના ડ્રાઇવરે આ બેંચ જોતાં તાત્કાલિક ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કરીને ટ્રેન અટકાવી સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. આવી ઘટના કોઇપણ એરિયા બને તો સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, આરપીએફ કે અન્ય ડિપાર્ટમેન્ટને જાણ કરવા ટ્રેનનો ડ્રાઇવર વોકીટોકીનો ઉપયોગ કરે છે. દરેક ટ્રેનના લોકો પાઇલટને વોકીટોકી આપવામાં આવી છે, પરંતુ આ વોકીટોકીની મર્યાદા એ છે કે ટ્રેન કોઇક સ્ટેશન પાસે પહોંચે ત્યારે જ ડ્રાઇવર જે તે સ્ટેશન માસ્ટરને જાણ કરી શકે છે. અધવચ્ચેથી વોકીટોકીથી ટ્રેનમાં સવાર ગાર્ડ સિવાય કોઇ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકતો નથી.
જોકે, હવે અકસ્માત સર્જાય અથવા ટ્રેકમાં કોઇ ફોલ્ટ હોય તો તેવા કિસ્સામાં ડ્રાઇવર જે તે સ્થળ પરથી સ્ટેશન માસ્ટર, પોલીસ અથવા સુપરવાઇઝરને જાણ કરી શકે તે માટે રેલવેતંત્ર ૯૦૦૦ કરોડના ખર્ચે મોબાઇલ રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ ડેવલપ કરશે. આ સિસ્ટમ દ્વારા ટ્રેનનો ડ્રાઇવર કોઇ દુર્ઘટના બને તો આ મોબાઇલ રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ થકી સીધો સ્ટેશન માસ્ટરનો કોન્ટેક્ટ કરી શકશે. શરૃઆતના તબક્કે રેલવેતંત્ર દ્વારા ૨૫૪૧ કિમી રૃટ પર આ સિસ્ટમ ઊભી કરાશે. જો આ સિસ્ટમ સફળ થશે તો ૨૦૦૦૦ કિમી લાંબી રેલલાઇન સુધી તેને લંબાવાશે.