રેલવેમાં મહિલાઓ માટે લોઅર બર્થનો ક્વોટા નક્કી કરાયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • રેલવેમાં મહિલાઓ માટે લોઅર બર્થનો ક્વોટા નક્કી કરાયો

રેલવેમાં મહિલાઓ માટે લોઅર બર્થનો ક્વોટા નક્કી કરાયો

 | 3:49 am IST

નવી દિલ્હી, તા.૧૩

રેલવેમાં મહિલા પ્રવાસીઓ માટે હવે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહિલાઓ માટે હવે લોઅર બર્થ ક્વોટા નક્કી કરાયો છે. આ માટે જુદી જુદી કેટેગરીમાં અલગ અલગ સંખ્યા નક્કી કરાઇ છે. રેલવેના પરિપત્ર અનુસાર મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોમાં તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે ૬-૬ લોઅર બર્થ રિઝર્વ રખાશે. ગરીબ રથના થર્ડ એસી કોચમાં પણ ૬ બર્થ મહિલાઓ માટે અનામત રખાશે. ૪૫ વર્ષથી મોટી મહિલાઓ માટે તમામ મેલ એક્સ્પ્રેસ ટ્રેનના થર્ડ અને સેકન્ડ એસી કોચમાં ૩-૩ બર્થ રિઝર્વ રખાયા છે. રાજધાની અને દુરન્તો એક્સ્પ્રેસ ટ્રેનોમાં થર્ડ અને સેકન્ડ એસી કોચમાં ૪ લોઅર બર્થનો ક્વોટા નક્કી કરાયો છે. તેમાં ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા અપાશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર મહિલાઓ માટે લોઅર બર્થ કન્ફર્મ કરવા માટે રેલવેની આઇટી બ્રાન્ચ ક્રિસ દ્વારા રિઝર્વેશન સિસ્ટમમાં નવું સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં અમલી બનશે.  રેલવેએ સિનિયર સિટીઝનને લોઅર બર્થ આપવાની સિસ્ટમ પણ લાગુ કરી દીધી છે.

ગર્ભવતી મહિલાઓ માટે અલગ કોલમ

નવી સિસ્ટમમાં લોઅર બર્થની ફાળવણીમાં ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા અપાશે. અત્યારે ગર્ભવતી મહિલાઓને રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર બુકિંગ કરાવવાથી લોઅર બર્થની સુવિધા અપાય છે. હવે આ સુવિધા ઇ-બુકિંગમાં પણ અપાશે. ટિકિટ બુક કરાવવા દરમિયાન લોઅર બર્થ અને સિનિયર સિટીઝનનો નવો વિકલ્પ સામેલ કરાયો છે. તેને પસંદ કરનારા સિનિયર સિટીઝનને લોઅર બર્થ જ ફાળવવામાં આવશે.

;