Railways' reservation system to be shut down for 6 hrs for next 7 days
  • Home
  • Business
  • 7 દિવસ ટિકિટ બુકિંગ, રિઝર્વેશન આ સમયમાં નહીં કરી શકાય, કારણ કે…

7 દિવસ ટિકિટ બુકિંગ, રિઝર્વેશન આ સમયમાં નહીં કરી શકાય, કારણ કે…

 | 8:15 am IST
  • Share

  •  મુસાફરો ટિકિટ બુકિંગ, રિઝર્વેશન નહીં કરી શકે

  • કોરોના પહેલાની જેમ નિયમિત રૂપે ટ્રેન દોડાવવાનો નિર્ણય

  • 7 દિવસ સુધી રાત્રિના 11.30થી સવારના 5.30 વાગ્યા સુધી રેલવેનું સર્વર ડાઉન રહેશે

રેલવે વિભાગ દ્વારા તા. 15થી દરેક ટ્રેનો પર સ્પેશિયલ ટ્રેનના ટેગ હટાવી નિયમિત નંબર સાથે અને ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ કાર્યને લીધે રેલવેનું સર્વર તા. 15થી 7 દિવસ સુધી રાતના 11-30 થી વહેલી સવારના 5.30 કલાક દરમિયાન ડાઉન રહેશે. આથી મુસાફરો ટિકિટ બુકિંગ, રિઝર્વેશન, કેન્સલેશન આ સમય દરમિયાન કરાવી શકશે નહી.

કોરોનાના આગમન બાદ જ રેલવે દ્વારા ટ્રેન વ્યવહાર થંભાવી દેવાયો હતો. ત્યારબાદ ધીમે ધીમે કોરોનાના કેસો ઓછા થતા રેલવે પુનઃ દોડતી થઈ છે. પરંતુ આ ટ્રેનોમાં સ્પેશ્યલ ટ્રેન વધુ ભાડા સાથે દોડાવવામાં આવતી હતી. જેને લઈને અનેક રજુઆતો થઈ હતી. ત્યારે હવે રેલવેએ દરેક ટ્રેન પરથી સ્પેશ્યલ ટ્રેનનું ટેગ હટાવી કોરોનાની પહેલાની જેમ નીયમીત રૂપે અને નિયમિત ભાડા સાથે ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આથી અગાઉની જેમ પાછી સિસ્ટમ ગોઠવવા માટે રેલવેના પીઆરએસ (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)ને પણ અપડેટ કરવુ જરૂરી બન્યુ છે. આથી રેલવે દ્વારા આગામી 7 દિવસ સુધી રાતના 11-30 થી વહેલી સવારના 5-00 કલાક દરમીયાન સર્વર ડાઉન કરી સીસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવશે.

આ અંગે પશ્ચિમ  રેલવેના મુખ્ય જનસંપર્ક અધીકારી સુમિત ઠાકુરના જણાવાયા મુજબ રેલવે દ્વારા પહેલાની જેમ યાત્રીઓની સેવા સામાન્ય કરવા અને કોરોના પહેલાના સમયની  જેમ ટ્રેનો અને ભાડા મુજબ  કાર્ય કરવા માટે પીઆરએસ સિસ્ટમ વ્યસ્ત કલાકોના સિવાયના સમયમાં બંધ રહેશે. જેમાં રાતના 11-30 થી વહેલી સવારના 5-30 સમય દરમીયાન રેલવેનું સર્વર ડાઉન રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો