Rain in 195 Taluka In Gujarat, Next Five Days Also Will Be Raining
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યના 219 તાલુકામાં મેહુલાએ કરી ધમાકેદાર બેટિંગ, આગામી 5 દિવસને લઇને મોટી આગાહી

રાજ્યના 219 તાલુકામાં મેહુલાએ કરી ધમાકેદાર બેટિંગ, આગામી 5 દિવસને લઇને મોટી આગાહી

 | 6:48 pm IST
  • Share

ગુજરાતમાં મન મુકીને મેહુલો વરસી રહ્યો છે. આજે રાજ્યનાં 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ સુરેન્દ્રનગરના લખતરમાં નોધાયો છે. સુરેન્દ્રનગરના જ વઢવાણમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના કામરેજ અને ઓલપાડમાં 3 ઈંચ, રાજકોટના કોટડાસાંગાણી, ગોંડલ અને જસદણ, મોરબીના ટંકારા અને મોરબી, સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા અને લીંબડી, આણંદના ખંભાત, ખેડાના નડિયાદ અને સુરત શહેરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો જામકંડોરણા અને ગઢડામાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપુર આવ્યું છે. તો રમાઘાટ ડેમ પણ ઓવરફ્લો થયો છે.

ગઈકાલે રાજ્યના 234 તાલુકામાં વરસાદ થયો હતો

તો ગઈકાલે રાજ્યના 234 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ સુરતના માંડવીમાં નોઁધાયો હતો, જ્યારે સોનગઢમાં પણ એટલો જ 190 મિમિ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નર્મદાના દેડિયાપાડા, પંચમહાલના જાંબુઘોડા અને વલસાડના પારડીમાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ગણદેવી, તાપીના વાલોડમાં 6 ઈંચ તેમજ છોટાઉદેપુરના જેતપુર પાવી, સુરતના બારડોલી, તાપીના વ્યારા, ભરૂચના અંકલેશ્વર, નવસારીના ચીખલી અને વાંસદા તથા તાપીના ઉચ્છલ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 45-5 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

તિથિલ દરિયામાં 20થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા 

વરસાદના કારણે વલસાડના તિથિલ દરિયામાં કરંટ જોવા મળ્યો. અહીં દરિયામાં 20થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને ચોપાટીને અથડાયા હતા. તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરનું જામરાવલ ગામ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જામરાવલ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 48 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ગોંડલમાં વાહનો ફસાયા હતા. ઉમરવાળા બ્રિજ ખાતે એસટી બસ અને કારો ફસાઈ છે.

હવામાન વિભાગની આગાહી

તો રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢ-માળીયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન