NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજ્યમાં એક તરફ 44 ડિગ્રી ગરમી તો અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટાં

રાજ્યમાં એક તરફ 44 ડિગ્રી ગરમી તો અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટાં

 | 5:27 pm IST

એક તરફ ગુજરાતના લોકો અસહ્ય ગરમીમાં ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડતા લોકોએ ગરમીમાં રહાતનો શ્વાસ લીધો છે. જોકે, કમોસમી વસરાદા ઝાપડાના કારણે ખેડૂતોના શ્વાસ પડિકે બંધાયા છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો હતો. જેના પગલે બપોરના સમયે ભર ઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ચોમાસા જેવું વાતાવરણ થયું હતું. આમ આ પંથકમાં કમોસમી વરસાદી ઝાપડા પડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેટલાક શહેરોમાં 44 ડિગ્રી ગરમીનો પારો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યમાં લોકો મોસમનો બેવડો માર સહેન કરી રહ્યા છે.