ગુજરાતના આ વિસ્તારમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અરવલ્લી જિલ્લામાં કેટલાય દિવસના અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. જિલ્લાના માલપુર મેઘરજ મોડાસા બાયડ ધનસુરા અને ભિલોડા તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે. હાલ પણ સમગ્ર જિલ્લા માં વરસાદી માહોલ યથાવત છે વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. ધરતી પુત્રોને ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેતીપાક મુર્જાવવાની તૈયારીમાં હતો. એવામાં વરસાદનું આગમન થતા પાકમાં જીવતદાન મળ્યું છે.
અરવલ્લીની સાથો સાથ મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો છે. જિલ્લામાં 12 દિવસ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. લુણાવાડા, ખાનપુર, કડાણા અને બાલાસિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ આવતા જ સમગ્ર પંથકમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.
વાયુ વાવાઝોડું આવ્યું તે સમયે વરસાદની સિસ્ટમ સર્જાઇ હતી અને ત્યારે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. દરિયાકિનારાના વિસ્તારમાં ‘વાયુ’ વખતે સારો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ ફરી સમગ્ર ગુજરાત કોરું ધાકોર જેવું થઇ ગયું હતું. અસહ્ય ઉકળાટની વચ્ચે લોકો મેઘરાજાની વાટ જોઇ રહ્યા છે.
આ વીડિયો પણ જુઓ – ઉત્તરપુર્વી રાજ્યોમાં વરસાદે રીતસર કહેર વરસાવ્યો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન