Rain Riches To Top In Point Table Of Cricket World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ 2019માં વરસાદે બનાવી દીધો વર્લ્ડ રેકૉર્ડ, પૉઇન્ટ ટેબલમાં પણ પહોંચ્યો પહેલા નંબરે!

વર્લ્ડ કપ 2019માં વરસાદે બનાવી દીધો વર્લ્ડ રેકૉર્ડ, પૉઇન્ટ ટેબલમાં પણ પહોંચ્યો પહેલા નંબરે!

 | 8:22 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી સૌથી વધારે જે ચર્ચામાં છે તે છે ઇંગ્લેન્ડનું વાતાવરણ. વર્લ્ડ કપમાં અત્યાર સુધી ખેલાડીઓથી વધારે વરસાદે સૌને ચોંકાવ્યા છે. વરસાદની ‘રમતે’ લોકોને એ કહેવા પર મજબૂર કર્યા છે કે વર્લ્ડ કપ છે રેન કપ? સત્ય તો એ છે કે વરસાદે પૉઇન્ટ ટેબલમાં 10 ટીમોને પછાડતા ટૉપ પર જગ્યા બનાવી છે. પ્રશંસકોએ પૉઇન્ટ ટેબલમાં વરસાદને પહેલો નંબર આપ્યો છે.

વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર વરસાદનાં કારણે 4 મેચ રદ્દ

ગુરૂવારનાં નૉટિંઘમમાં આ વર્લ્ડ કપની 18મી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની હતી, પરંતુ વરસાદનાં કારણે આ મેચ પણ રદ્દ થઈ ગઈ છે. વર્લ્ડ કપનાં ઇતિહાસમાં એવું પહેલીવાર જોવા મળ્યું છે કે જ્યારે એક નહીં, બે નહીં, પરંતુ 4-4 મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ છે અને 3 મેચોમાં એકપણ બૉલ ફેંકાઈ શક્યો નથી. એટલા સુધી કે આ ત્રણ મેચોમાં ટૉસ પણ ઉછળી શક્યો નથી. એકપણ બૉલ ફેંકાયા વગર 1979નાં વર્લ્ડ કપમાં એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ હતી.

ત્યારબાદ 2015માં એક મેચમાં એકપણ બૉલ ફેંકાયો નહોતો. જ્યારે 2019માં ત્રણ મેચોમાં આવું થયું છે જેમાં એકપણ બૉલ ફેંકી શકાયો નથી. પાકિસ્તાન અને શ્રીલંકા, બાંગ્લાદેશ અને શ્રીલંકા તેમજ ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં એકપણ બૉલ વરસાદનાં કારણે ફેંકવો સંભવ નહોતો થઈ શક્યો. 1975થી 2015 સુધી વર્લ્ડ કપની 402 મેચોમાંથી ફક્ત 2 મેચો જ વરસાદનાં કારણે રદ્દ થઈ હતી. બીજી તરફ 2019માં અત્યાર સુધી 18 મેચોમાંથી 4 મેચો વરસાદનાં કારણે રદ્દ થઈ છે.

4 મેચ વરસાદનાં કારણે રદ્દ, વરસાદ રહ્યો પોઈન્ટ ટેબલમાં ટૉપ પર

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં વરસાદ એટલો હાવી રહ્યો છે કે અત્યાર સુધી 4 મેચો રદ્દ કરવામાં આવી છે અને આગળની મેચોમાં પણ વરસાદની સંભાવના છે. વરસાદની રમત એટલી જોરદાર રહી કે પૉઇન્ટ ટેબલમાં પણ તે પહેલા નંબરે છે. 4 મેચોને રદ્દ કરીને વરસાદ 8 અંક સાથે પહેલા નંબરે છે, જ્યારે ટૉપ-3 ટમોમાં ન્યૂઝીલેન્ડનાં 7. ઑસ્ટ્રેલિયાનાં 6 અને ભારતનાં 5 પૉઇન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન