ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની જોરદાર એન્ટ્રી, જુઓ video - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની જોરદાર એન્ટ્રી, જુઓ video

ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની જોરદાર એન્ટ્રી, જુઓ video

 | 2:58 pm IST

ભારતમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને હવે ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જોવા મળ્યા હતાં. જેમાં આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે જ્યારે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

નવસારી જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો છે.