rain-warning-issued-in-with-gujarat-after-8-august
  • Home
  • Ahmedabad
  • હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં કઈ તારીખે ક્યાં પડી શકે છે ભારે વરસાદ

હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં કઈ તારીખે ક્યાં પડી શકે છે ભારે વરસાદ

 | 2:08 pm IST

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. 8 ઓગસ્ટે વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે.

છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થશે, જેથી 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.

આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 6 ઓગસ્ટ પછી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.