Average rainfall in Gujarat is 32.32%
  • Home
  • Bhavnagar
  • રાજ્યના 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની મહેર, 5 તાલુકા હજુ પણ કોરા ધાકોર

રાજ્યના 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની મહેર, 5 તાલુકા હજુ પણ કોરા ધાકોર

 | 6:56 pm IST

ગુજરાત રાજ્યમાં 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની મહેર થઇ છે. જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વરસાદ વરસ્યો છે.માળિયા તાલુકામાં 24 કલાકમાં 15.56 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ સાથે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

તેમજ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોધરા, હાલોલ, શહેરા સહિતના પંથકમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાવનગરના ગારિયાધારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાનું ધામળેજ બંદર બેટમાં ફેરવાતા જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદમાં ઓલપાડમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે.

કાંઠા વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સુરતના પાંડેસરા, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયુ હતું. વેરાવળ અને સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદે પ્રિ મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કર્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
માળિયા તાલુકામાં 24 કલાકમાં 15.56 ઈંચ વરસાદ આવ્યો છે. 5 તાલુકામાં 8થી 15.56 ઈંચ, વિસાવદરમાં 11.56 ઈંચ, કોડિનારમાં 9 ઈંચ, જૂનાગઢમાં 8 ઈંચ, માળીયા હાટીનામાં 16 ઈંચ, વિસાવદરમાં 12 ઈંચ, મેંદરડા અને વંથલીમાં 8 ઈંચ, કેશોદમાં 7 ઈંચ, માંગરોળમાં 5.7 ઈંચ, ઉનામાં 6.3 ઈંચ, તાલાલામાં 5.16 ઈંચ, પેટલાદમાં 5.1 ઈંચ, ગીરગઢડામાં 4.19 ઈંચ, જાફરાબાદમાં 4.18 ઈંચ, કાપરડામાં 4.8 ઈંચ, 26 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ અને 171 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 32.32 ટકા રહ્યો છે. રાજ્યના 5 તાલુકા હજુ પણ વરસાદ વિહોણા છે.