rain in gujarat part in ahmedabad rain start
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં વરસાદ શરૂ, રાજ્યમાં 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં વરસાદ શરૂ, રાજ્યમાં 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

 | 10:31 pm IST

આજે મેઘમહેર ફરી અમદાવાદમાં થઇ છે. લાંબા વિરામ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગુજરાત પર સક્રિય થયેલા અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

કારણ કે દક્ષિણ ગુજરાત પર અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત થયું છે. આથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 70.78 % થયો છે. જેમાં 203 જળાશયોમાં 2.80 લાખ, 669.44 MCFT જળસંગ્રહ થયો છે.

રાજ્યના 203 જળાશયોમાં 50.43% જળસંગ્રહ
સરદાર સરોવર નર્મદા ડેમમાં 1.79 લાખ, 501.20 MCFT જળસંગ્રહ
નર્મદા ડેમની સપાટી 120.91 મીટરે પહોંચી
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 33.21% પાણીનો જથ્થો
મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 80.38% જળસંગ્રહ
દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 49.30% પાણીનો જથ્થો
કચ્છના 20 જળાશયોમાં 12.68 % પાણીનો જથ્થો
સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 44.52% પાણીનો જળસંગ્રહ

આ પણ વાંચો: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘમહેર

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.78 ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છમાં 25.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સોરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસાદના અહેવાલો છે.