પેટલાદ-સોજીત્રામાં ધોધમાર વરસાદ: 6-6 ઇંચ વરસાદ ખાબક્યો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પેટલાદ-સોજીત્રામાં ધોધમાર વરસાદ: 6-6 ઇંચ વરસાદ ખાબક્યો

પેટલાદ-સોજીત્રામાં ધોધમાર વરસાદ: 6-6 ઇંચ વરસાદ ખાબક્યો

 | 6:40 pm IST

સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે આણંદ જિલ્લાના પેટલાદ અને સોજીત્રા તાલુકામાં વરસાદ મન મુકીને ૬-૬ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સાથે સાથે તાલુકાઓના છેવાડાના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનને કારણે મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઇ જવા પામ્યો હતો.

આણંદ જિલ્લાના પેટલાદ અને સોજીત્રા તાલુકામાં મોડીસાંજથી ચાલુ થયેલા વરસાદે સવાર સુધી માઝા મુકી હતી અને સતત વરસતા વરસાદને લીધે લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઇ ગયું હતું. જ્યારે મોડી સાંજથી જ દુકાનો અને બજારોમાં સાવ નિરસતા જોવા મળી હતી. નગરપાલિકાઓના પ્રિ-મોન્સુન પ્લાનને લીધે પેટલાદ અને સોજીત્રા ખાતે પાણી ભરાવાનો પ્રશ્ન દૂર થવા પામ્યો છે.

પેટલાદના સાંઇનાથ રોડ, ખોડીયાર ભાગોળ, ખંભાતી ભાગોળ, મલાવ ભાગોળ તેમજ કોલેજ ચોકડી વિસ્તારમાં ગત વર્ષની સરખામણીમાં પાણી વરસાદ આવે તે સમય પુરતું થોડાક કલાકો સુધી સ્થિર થયા બાદ વહેલી તકે ઓસરી જતા જોવા મળ્યા હતા. જેનાથી પાણી ભરાઇ રહેવાનો પ્રાણપ્રશ્ન કંઇક અંશે દૂર થયાનો નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો, જ્યારે શહેરના ખોડીયાર ભાગોેળ અને પઠાણવાડામાં ખુલ્લી ગટરોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને આવા વરસાદી માહોલમાં પાણી એકાકારે થઇ જતું હોઇ ભૂતકાળમાં બાળકો ડૂબી જવાના બનાવો પુનઃ બને તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

સોજીત્રા ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે. અને આજુ બાજુના વિસ્તારોમાં ડાંગરની વાવણીલાયક કામગીરી હાથ ધરાય તેવી ખેડૂતોમાં આશા ઉત્પન્ન થઇ છે. બન્ને તાલુકાઓમાં ખેડૂતોએ વરસાદને વધાવી લીધો હતો. અને આવા વરસાદથી પાણીના સ્તર ઉંચા આવવાથી ઉનાળામાં પાણીની સમસ્યા દૂર થશેની શક્યતાઓ સેવી હતી. હાલ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હોઇ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. પેટલાદના ખોડીયારભાગોળ ખાતે દર વર્ષે ઢીંચણસમા પાણી ભરાઇ જતા હતા, જે બાબતે પાણીનો નિકાલ દૂર સુધી સફાઇ કરી કરવામાં આવતા ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યા દૂર થવા પામી હતી.