Rainfall system active in the Arabian Sea, Gujarat forecast rainfall in this area
  • Home
  • Ahmedabad
  • અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાત આ વિસ્તારમાં વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાત આ વિસ્તારમાં વરસાદની આગાહી

 | 9:22 pm IST

ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા જારી કરાતાં ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 24મી ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 22થી 24 ઓક્ટોબરના ગાળામાં રાજ્યના અનેક ભાગોમાં કમોસમી ઝાપટાં પડી શકે છે. જેમાં ૨૨મીએ દાહોદ, મહીસાગર, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં તેમજ કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ છે.

૨૩મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવા ઝાપડા પડી શકે છે. 24મી ઓક્ટોબરના રોજ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન