વલસાડમાં બારે મેઘ ખાંગા થતા તારાજી, નેશનલ હાઈવે-8 બંધ - Sandesh
  • Home
  • Featured
  • વલસાડમાં બારે મેઘ ખાંગા થતા તારાજી, નેશનલ હાઈવે-8 બંધ

વલસાડમાં બારે મેઘ ખાંગા થતા તારાજી, નેશનલ હાઈવે-8 બંધ

 | 10:38 am IST

વલસાડમાં બારે મેઘ ખાંગા થતા ચોતરફ તારાજી સર્જાયાની ભીતિ સેવાઇ રહી છે. ગઇકાલ રાતથી ભારેથી અતિ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રહેણાંક વિસ્તારોમાં જળ બંબાકાર થતાં લોકોને ધાબા પર ચઢી ગયા છે. પારડીના મોટીવાડા ગામે નેશનલ હાઈવે-8ને બંધ કરાયો છે. સાથો સાથ ડાંગના કલેકટરે સાપુતારાથી પ્રવાસીઓને ના નીકળવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. વલસાડના ભાગડાવાળા ખુર્દ ગામમાં કોસ્ટગાર્ડ દ્વારા ગ્રામ્યજનોનું રેસક્યું કરાતા 5 થી 7 વ્યક્તિને બચાવામાં આવ્યાની માહિતી મળી છે.

વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં 8થી 10 ફૂટ પાણી ભરાયું છે. લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રની સૂચના અપાઈ છે. વલસાડની ઓરંગા નદી બે કાંઠે થતા હાલ ભયજનક સપાટીએ વહેવા લાગી છે. વલસાડ શહેરના તરિયાવાડ, મોગરાવાડી, છીપવાડ, કાશ્મીરનગર, લીલાપોર વગેરે વિસ્તારમાં પાણી ઘૂસ્યાં છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
600-1
વાપી, ઉમરગામ અને પારડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પારડીમાં તળાવ ઓવરફ્લો થતાં શહેરમાં પાણી ભરાયાં ઠછે. વાપીના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. વરસાદના પગલે મુંબઈ જતી તમામ ટ્રેન અટકાવાઈ છે. વાપી-ઉમરગામ વચ્ચે રેલવેટ્રેક નીચેની માટી ધોવાઈ જતા રેલવે વ્યવહાર ખોરવાયો છે. પારડીના મોટીવાડા ગામે નેશનલ હાઈવે-8 પર પાણી ભરાતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું. ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તમામ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

બીજીબાજુ ઉમરગામ તાલુકાનાં અનેક ગામો પાણીમાં ગરકાવ. ભારે વરસાદના પગલે દમણગંગા નદીમાં પાણી છોડાયું. 3 મીટરે મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા. મધુબન ડેમમાંથી 1,33,457 ક્યુસેક પાણી છોડાયું. મધુબન ડેમમાં 1,82,861 ક્યુસેક પાણીની આવક
600
વલસાડમાં કયાં કેટલો વરસાદ નોંધાયો
– પારડીમાં 236 મિ.મી., વાપીમાં 217 મિ.મી. વરસાદ
– ઉમરગામ 71 મિ.મી., ધરમપુરમાં 316 મિ.મી. વરસાદ
– કપરાડામાં 198 મિ.મી. વરસાદ નોંધાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન