દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, અનેક ગામો સંપર્કવિહોણા - Sandesh
  • Home
  • Featured
  • દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, અનેક ગામો સંપર્કવિહોણા

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, અનેક ગામો સંપર્કવિહોણા

 | 9:51 am IST

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે કેટલાક દિવસથી ઉપરવાસમાં વરસાદની ધીમી ગતિ બાદ સોમવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાંબેલાધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે લાઇન ધોવાઈ જતાં અપડાઉનની કેટલીય ટ્રેનોનો સમય ખોરવાઈ ગયો છે. દ.ગુજરાતમાં ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે મુંબઇ જતી ટ્રેનો અટકાવાઈ છે. ત્યારે બીજીબાજુ દિલ્હી થી મુંબઈ વચ્ચે ટ્રાયલ લેવાતી ટેલ્ગો ટ્રેનની ગતિ પણ ધીમી કરી દેવાઈ છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં મૂશળધાર વરસાદ પડતાની સાથે વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાપીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.


દક્ષિણ ગુજરાતમાં કયાં કેટલો વરસાદ
ધરમપુર     12 ઇંચ
વલસાડ     9 ઇંચ
પારડી     9 ઇંચ
વાપી     8 ઇંચ
કપરાડા     8 ઇંચ
ગણદેવી     6 ઇંચ
નવસારી     4 ઇંચ
ભરૂચ     2 ઇંચ

500-5

ભારે વરસાદને પગલે નવસારીની કાવેરી નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેમાં એક યુવાન ફસાઈ ગયો હતો. તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પાંચથી છ લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા છે અને
યુવાનને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદની ગતિ ધીમી રહ્યા બાદ ગઇકાલ રાતથી વેગ પકડ્યો હતો. સાંજે 7 વાગ્યાથી મોડી રાત સુધીમાં જિલ્લાનાં તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જિલ્લાનાં અંતરિયાળ અને જંગલ વિસ્તાર એવા ઉપરવાસનાં ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યાં છે. તો જિલ્લાનો સૌથી વધુ વરસાદ વાપી પારડી અને ઉમરગામ માં પડ્યો છે જેને લઇ વાપી ના કેટલાક વિસ્તારો જેવાંકે ચનોદ, ગુંજન , અંબામાતા મંદિર, કોપરલી રોડ, જી આઈ ડી સી વિસ્તાર, વાપી તાવુંન વિસ્તાર, ચલા રોડમાં ઘૂંટણ સામ પાણી ભરાયા હતા. તો કેટલીક સોસાયટીમાં તો ઘરોમાં પાણી ઘૂંસ્યા છે. જેને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

500-2

આખી રાત લોકોએ પાણીમાં વિતાવવાનો વારો આવ્યો છે ત્યારે સૌથી મોટી અસર વલસાડ જિલ્લામાં વરસાદે રેલ્વે વ્યવહારને કરી છે મોડી રાત સુધી પડી રહેલા વરસાદ નું પાણી રેલ્વે ટ્રેક પર ફરી વળતા રેલ વવહાર બંધ કરાયો હતો.
500-9
બીજી તરફ વાપી અને ભીલાડની વચ્ચે રેલ્વે ટ્રેક ધોવાઈ જતા વરસાદને લઇ રેલવે તંત્ર કામગીરીમાં જોતરાયું છે. તેના લીધે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહારને ભારે અસર થઇ છે. અનેક ઉપડાઉનની ટ્રેનો વલસાડ, વાપી, ઉમરગામ સ્ટેશનો પાર અટકાવી દેવાઈ છે. જેથી મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
500-3
ભારે વરસાદે વલસાડ જિલ્લામાં ખાસું નુકસાન સર્જ્યું છે તો બીજી તરફ નેશનલ હાઇવે નંબર 8 પાર વલસાડ થી વાપી જતા માર્ગ પાર પારડી ના ખડકી ગામે રોડ પાર પાણી ફરી વળતા હાઇવેને પણ ખાસી અસર પહોંચી છે. હાલ જિલ્લામાં વરસાદ પવન અને ગાજવીજ સાથે વરસી રહ્યો છે.
500-4


ડાંગ – આહવામાં ભારેથી અતિભારે વરસાદ પડતા અનેક ગામો સંપર્કવિહોણા
ડાંગમાં ભારે વરસાદના લીધે ભેખડો ધસી પડતાં અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. આહવા-ડાંગમાં પ્રવેશ પર અત્યારે કલેક્ટરે પ્રતિબંધ મૂકી દીધો છે. અનિચ્છનીય બનાવને ટાળવા કલેક્ટરએ આદેશ આપ્યો છે. ડાંગ-આહવાની તમામ નદીઓ ગાંડીતૂર બની. અંબિકા, ઓરંગા, પૂર્ણા નદી ગાંડીતૂર બની. બ્રિજ પર પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ બંધ છે. ડાંગ અને આહવાનાં અનેક ગામો સંપર્કવિહોણાં થઇ ગયા છે.
500-7
વડોદરામાં વહેલી સવારથી વરસાદ
વડોદરા માં આજે પણ મેઘરાજા વરસ્યા હતા. શનિવારથી શરૂ થયેલી મેઘરાજાની સવારી આજે મંગવારે પણ આવરિત ચાલુ રહી હતી. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. શાળાએ જતા બાળકો અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન