Rainy System Created in the Bay of Bengal will be eroded, Weather Forecast From Ambalal Patel
  • Home
  • Featured
  • બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમે કરંટ ગુમાવ્યો,વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમે કરંટ ગુમાવ્યો,વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી

 | 9:07 am IST

દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ હવે આજે છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાંપટા બાદ ફરી ત્રણથી ચાર દિવસનો બ્રેક પડે એમ છે. ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમે કરંટ ગુમાવી દીધો છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતથી વાયા મહારાષ્ટ્ર થઈ અપર એર સાઈકલોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને તેની સાથે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પણ આગામી દિવસોમાં એક સિસ્ટમ સર્જાવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જયારે ત્યાર બાદ ચોમાસું ફરી ગતિ પકડે એવી સંભાવના છે.

રાજ્યમાં હાલ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ચોમાસુ તેની ગતિ પકડી રહ્યું છે અને આગામી 29મી જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 26મી જૂન સુધી સારા વરસાદના યોગ છે. ઉત્તર ગુજરાતમાં 29 જૂનથી વરસાદના યોગ છે. મધ્ય ગુજરાતમાં પણ ૨૯મી જૂનથી વરસાદના યોગ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના હવામાન જ્યોતિષી તરીકે જાણીતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ચોમાસાના અંતર્ગત વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં વિધિવત રીતે 26મી જૂન પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને 26મી જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસશે.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થતા ચારેકોર વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં ગઈકાલના સાંજના ૬થી આજે સાંજના 6 સુધીમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સોમવારે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી હતી ત્યારે ગુજરાત માટે પણ હવે સારા સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ત્યાં જ પવનની ઝડપ વધારે હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આમ ગુજરાતમાં પાંચ દિવસ ચોમાસુ ખુબ જ સારી રીતે રહેવાનું અનુમાન છે.

અમદાવાદમાં રવિવારની સાંજે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મોડી રાત્રે વરસાદ પડી રડ્યો હતો ત્યાંર બાદ વરસાદે વિરામ લીધો છે. હાલમાં વડોદરા જિલ્લાના ડભોઈ, સાંવલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

બીજી બાજૂ રાજ્યનાં કચ્છના વાતવરણમાં પણ પલટો આવ્યો છે. ગાંધીધામ મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઇ છે. ત્યાં ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન