પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, રાજ બબ્બરની ધરપકડ - Sandesh
  • Home
  • India
  • પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, રાજ બબ્બરની ધરપકડ

પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, રાજ બબ્બરની ધરપકડ

 | 5:17 pm IST

ગાઝિયાબાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ટકરાવ થયો હતો. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર ખેડુતોને મળવા લોનીના મંડોલા જઈ રહ્યાં હતાં તે દરમિયાન આ ઘટના બની હતી.

ખેડુતોને મળવાનો પ્રયત્ન કરી રહેલા રાજ બબ્બરને પોલીસે લોની રોનિયા વિહાર વિસ્તારમાં જ અટકાવ્યા હતાં, ત્યાર બાદ પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી અને ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર આજે ગાઝીયાબાદ જીલ્લાના લોનીના મંડોલા જઈ ખેડુતોને મળવા માંગતા હતાં. તેમની સાથે સંખ્યાબંધ કોંગ્રેસ કાર્યકર્તઓ પણ હતાં. જોકે પોલીસે રાજ બબ્બરને લોનીના સોનિયા વિહાર વિસ્તારમાં જ અટકાવ્યાં હતાં. રાજ બબ્બરે તેનો વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે લોની જવાની હઠ પકડી હતી. રાજ બબ્બર કાર્યકર્તાઓ સાથે રસ્તા પર જ બેસી ગયાં હતાં. પોલીસે તેમને ત્યાંથી હટાવવા પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘર્ષણમાં ઉતર્યાં હતાં. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

અંતે કોંગ્રેસે રાજ બબ્બર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતાં. સાથે ઘટનાસ્થળ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.