raj kapoor daughter ritu nanda passes away At 71
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ ઉતરાયણે બોલિવૂડ ભારે શોકમાં ડૂબ્યું, કપૂર ખાનદાનની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ

આ ઉતરાયણે બોલિવૂડ ભારે શોકમાં ડૂબ્યું, કપૂર ખાનદાનની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ

 | 11:46 am IST

અમિતાભ બચ્ચનની વેવાણ અને ક્ષષિ કપૂરની બહેન રિતુ નંદાનું નિધન થયું છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. ફુઈનો ફોટો શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું કે, આજ સુધી હું મારા જીવનમાં રિતુથી વધારે નમ્ર અને સભ્ય વ્યક્તિને નથી મળી. ફુઈ તમે હંમેશા યાદ આવશો RIP.

રિતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહી હતી અને તે 71 વર્ષની હતી. જો કે, તેની અંતિમવિધિ ક્યારે અને ક્યાં થશે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, શ્વેતા બચ્ચનના સસરા એટલે કે રિતુ નંદાના પતિ રાજન નંદાનું ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું.

રિતુ નંદા વિશે વાત કરીએ તો, તેમણે 80ના દાયકામાં ભારતીય જીવન નિગમ (એલઆઈસી)ના એજન્ટ તરીકે પણ કામ કર્યું. તે લાંબા સમય સુધી તેની સાથે જોડાયેલી રહી. બાદમાં તેણે પોતાની એક ખાનગી વીમા કંપની પણ શરૂ કરી. રિતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોટ ગ્રુપના માલિક રાજન નંદા સાથે લગ્ન કર્યા. રિતુના દીકરા નિખિલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે 1997માં લગ્ન કર્યા હતા. તેને બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન