raj kundra return to instagram does not follor wife shilpa shetty
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીને નહી આ પેજને કરે છે ફોલો

રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીને નહી આ પેજને કરે છે ફોલો

 | 2:04 pm IST
  • Share

  • લાંબા સમય બાદ રાજ કુંદ્રાની ઇન્સ્ટાગ્રામ પર પરત 

  • રાજે દધરપકડ બાદ પોતાનું  એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હતું 

  • રાજે પહેલાંની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી 

 

 

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ગયા વર્ષે ખુબ જ ખબરોમાં રહ્યા હતા. રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તે લાંબા સમય સુધી જેલમાં પણ રહ્યો હતો. રાજને કોર્ટે જામીન પર મુક્ત કરી દીધો છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા કે લોકોને મળવાથી અંતર રાખે છે. જેલમાંથી છૂટ્યા બાદ રાજ કુન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. જે બાદ તેણે પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. જો કે ઘણા સમય બાદ રાજ હવે ઈન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો છે.રાજ કુન્દ્રા હવે ધીમે ધીમે પોતાનું જીવન સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ઈન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો છે. જોકે તેનું એકાઉન્ટ ખાનગી છે અને તેણે તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. તેના એકાઉન્ટ પર એક પણ પોસ્ટ નથી.

 

રાજ કુંદ્રા ઇન્સ્ટાગ્રામ પર પરત

રાજ કુન્દ્રાએ ઇન્સ્ટાગ્રામ પર પુનરાગમન કર્યું છે પરંતુ તે હજુ પણ ટ્વિટરથી અંતર જાળવી રાખે છે. તેણે પોતાના બાયોમાં લખ્યું છે – લવ યોર લાઈફ. રાજનું એકાઉન્ટ વેરિફાઈડ છે અને તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. તે વ્યક્તિ શિલ્પા શેટ્ટી નહીં પણ અન્ય કોઈ છે. રાજ કુન્દ્રા ઇન્સ્ટાગ્રામ પર શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયન મુંબઈને ફોલો કરે છે. આ તેમનું રેસ્ટોરન્ટ પેજ છે.રાજ કુન્દ્રા હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તે અગાઉ વેકેશન મનાવવા માટે મસૂરી ગયો હતો. જે બાદ શિલ્પા અને રાજે નવા વર્ષમાં શિરડીના સાંઈ બાબાના દર્શન કર્યા હતા. રાજ કુન્દ્રાના કેસમાં ધરપકડ થયા બાદ શિલ્પાએ પહેલીવાર તેની સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો.

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો