raj kundra shilpa shetty old avatar waiting for lock down to end corona virus
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારે કરી હો, લોકડાઉન ક્યારે ખુલશે હવે? રાહ જોતા જોતા આ ખુબસુરત કપલના થયા આવા હાલ

ભારે કરી હો, લોકડાઉન ક્યારે ખુલશે હવે? રાહ જોતા જોતા આ ખુબસુરત કપલના થયા આવા હાલ

 | 1:48 pm IST

ભલે સરકારે લોકડાઉનમાં થોડી રાહત આપી છે, તેમ છતાં દેશના લોકો અને બોલિવૂડ સ્ટાર્સ હજી પણ સાવચેતી રાખી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન જવાની ભલામણ કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં બધાં ઘરે બેઠાં છે અને લોકબંધી તેમજ કોરોના સંપૂર્ણ નાબૂદ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે બોલિવૂડ એક્ટર શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ એક તસવીર શેર કરી છે.

રાજ કુંદ્રાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે લોકડાઉનના કારણે તેની અને શિલ્પા શેટ્ટીની કેવી હાલત થઈ છે તે દર્શાવ્યુ છે. રાજ અને શિલ્પા ફોટામાં બેઠા છે અને ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. બંને એક બીજાનો હાથ પકડીને બેઠા છે. રાજ શિલ્પાને પૂછે છે લોકડાઉન ક્યારે ખુલશે? આ ફોટોના કેપ્શનમાં રાજે લખ્યું -શિલ્પા શેટ્ટી સાથે લોકડાઉન સમાપ્ત થવાની રાહ જોતી વખતે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ઘણીવાર સોશિયલ મીડિયા પર ફની વીડિયો શેર કરે છે. બંનેની મસ્તી જોવા મળી રહી છે. શિલ્પા અને રાજ ઇન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલ્સમાંથી એક છે અને તેમની સ્ટાઇલને ફેન્સ પણ પસંદ કરે છે. આ કપલ યોગ કરવામાં પણ વિશ્વાસ રાખે છે. યોગ એ શિલ્પા શેટ્ટી અને તેના પરિવારનો એક અભિન્ન ભાગ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 પર શિલ્પાએ તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાજ કુંદ્રા અને પુત્ર વિઆન પણ તેમની સાથે યોગ કરી રહ્યો હતો. આ સાથે તેણે દર્શકોને ફિટ રહેવાનો સંદેશ પણ આપ્યો હતો. રાજ અને શિલ્પાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. શિલ્પાને એક પુત્ર અને એક પુત્રી છે.

આ વીડિયો જુઓ: ગાંધીનગરમાં ફરી આંદોલનના એંધાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન