Raja Mahendra Pratap Singh University foundation in UP, PM Modi said, '20th century mistakes corrected in 21st century'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UPમાં PM મોદીએ કહ્યું, “20મી સદીની ભૂલો 21મી સદીમાં સુધારી”

UPમાં PM મોદીએ કહ્યું, “20મી સદીની ભૂલો 21મી સદીમાં સુધારી”

 | 1:04 pm IST
  • Share

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય (એએમયૂ)નું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાખવાની જૂની માંગ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એએમયૂની બગલમાં નિર્માણ થનાર એક નવી યૂનિવર્સિટીની આધારશિલા મૂકી છે. જેનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું, તેના પછી એક વીડિયો અંતર્ગત શિક્ષા ક્ષેત્રે કરવામાં આવેલ સરકારના કાર્યો વિશે જાણકારી આપી.

યુનિવર્સિટીના ઉદ્ઘાટન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યૂપી માટે આજનો દિવસ ખુબ જ ખાસ છે. આજે રાધાષ્ટમી પણ છે. આજના દિવસને આ અવસર પણ ખુબ જ ખાસ બનાવે છે. બૃઝભૂમિના કણ-કણમાં રાધા વસેલા છે. તેઓએ આખા દેશને રાધાષ્ટમીની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે, વિકાસના આટલા મોટા કાર્યોની શરૂઆત આજના પવિત્ર દિવસે થઇ રહી છે.

…તો ખુબ જ ખુશ થતા કલ્યાણ સિંહ

પીએમ મોદીએ કહ્યું કે, કોઇ સારૂ કામ કરીએ ત્યારે આપણને વડીલો યાદ આવે છે. તેમણે યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહને યાદ કરતા કહ્યું કે, આજે તેમની ખોટ સાલી રહી છે. આજે કલ્યાણ સિંહજી આપણી સાથે હોતા તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેક્ટરમાં બની રહેલી નવી ઓળખને જોઇ તેઓને ખુબ જ ખુશી મળતી.

’21મી સદીમાં સુધારી રહ્યા છે 20મી સદીની ભૂલો’

પીએમ મોદીએ કહ્યું કે, 20મી સદીની ભૂલોને આજે 21મી સદીમાં સુધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, રાજા સુહૈલદેવ હોય કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ તેમને ભૂલાવી દેવામાં આવ્યા. આજે આપણે નવી પેઢીને તેઓથી પરિચિત કરાવી રહ્યા છીએ.

રાજા મહેન્દ્ર પ્રતાપને વેસ્ટ યુપી ક્યારેય નથી ભુલતુ

આ અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને પશ્ચિમી ઉત્તરપ્રદેશ ક્યારેય ભૂલતુ નથી. હવે તેમના નામે એક યૂનિવર્સિટી બની રહી છે. જે એક ગર્વની વાત છે. ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી આઝાદીની એક ગાથા જણાવશે.

કોણ હતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ 1915માં કાબુલમાં સ્થાપિત ભારતની પ્રથમ પ્રોવિઝનલ સરકારના રાષ્ટ્રપતિ પણ હતા. તે સરકારનું ગઠન વિભિન્ન અફઘાન કબીલાઓના પ્રમુખ અને જાપાન સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મદદની કરાયું હતું. આઝાદી બાદ ભારત પરત ફરતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે અનેક શિક્ષણ સંસ્થાનોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન