Video : સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી બનાવાની પુરાણોમાં લખેલી આ વાર્તા જાણી દંગ રહી જશો - Sandesh
NIFTY 10,396.75 -14.15  |  SENSEX 33,808.85 +-26.89  |  USD 64.9450 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી બનાવાની પુરાણોમાં લખેલી આ વાર્તા જાણી દંગ રહી જશો

Video : સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી બનાવાની પુરાણોમાં લખેલી આ વાર્તા જાણી દંગ રહી જશો

 | 4:51 pm IST

એક વાર મહાદેવ અને માતા પાર્વતી વન વિહાર કરી રહ્યા હતા. તે સમયે પ્રભુના દર્શનની અભ્યર્થના સાથે કેટલાક મુનિગણ ત્યાં પહોંચ્યા. પરંતુ તે સમયે શિવશંકર અને માતા પાર્વતી પ્રેમાલાપ કરી રહ્યા હતા. મુનિગણને ત્યાં આવેલા જાઈને પાર્વતીજી લજ્જિત થઈ ગયા. તેમની આ સ્થિતિ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. તેમણે એ વનને શ્રાપ આપ્યો કે આજ પછી જે પણ પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. મહાદેવના આ શ્રાપ બાદ તમામ પુરુષોએ વનમાં જવાનું બંધ કરી દીધુ. અને તે વન શિવપાર્વતીના પ્રણયનું સ્થાન બની ગયુ. એકવાર રાજા સુદુમન શિકાર કરવા માટે તે વનમાં આવે છે.

વનમાં પ્રવેશ કરતા જ તે રાજા એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો. સ્ત્રી બનતા જ રાજા સુદુમન પોતાની પહેલાની તમામ વાતો ભૂલી ગયો. તે વનમાં ઠેર ઠેર ભટકવા લાગે છે. એ વનની નિકટમાં જ બુધ ગ્રહનો આશ્રમ હતો. સ્ત્રીના રુપમાં રાજા સુદુમન આ આશ્રમમાં પહોંચે છે, તેનુ રુપ જાઈને બુધ તેનાથી મોહિત થઈ જાય છે. બુધે સ્ત્રી બનેલા સુદુમનનું નામ ઈલા રાખ્યુ. બુધ અને ઈલા પ્રેમ વિવાહના બંધનમાં બંધાઈ ગયા. ઈલા એ આશ્રમમાં જ બુધની સાથે નિવાસ કરવા લાગી. ગૃહસ્થ જીવન દરમિયાન ઈલાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું
નામ પૂર્વા રાખ્યુ. બુધના આશ્રમમાં સ્ત્રી બનેલા સુદુમનને ઘણા વર્ષ થઈ ગયા. પરંતુ એક દિવસ ઈલાને પોતાનું પાછલુ જીવન યાદ આવી ગયુ. તેને ઘણુ જ દુખ થયુ. પછી ઈલાએ પોતાના પતિ બુધની અનુમતી લઈને પોતાના ગુરુ વશિષ્ઠના આશ્રમમાં જાય છે અને ગુરુ સમક્ષ પોતાને ફરી પુરુષ બનાવવાની પ્રાર્થના કરી.

યોગબળથી ગુરુ વશિષ્ઠે સુદુમનની આખીય વાત જાણી લીધી. વશિષ્ઠ તેની મદદ કરવા કૈલાશ પર્વત પર મહાદેવની શરણમાં જાય છે. તેમણે પોતાના શિષ્ય રાજા સુદુમનને પુન પુરુષ બનાવવાની પ્રાર્થના કરી. ત્યારે મહાદેવે કહ્યુ, સુદમન એક માસ સુધી પુરુષ રહેશે. એક માસ બાદ સુદુમન પાછો પોતાના રાજ્યમાં આવી કારભાર સંભાળી લે છે. સ્ત્રીના રુપમાં તે મહેલમાં રહેતી અને પુરુષના રુપમાં રાજ દરબારમાં જતી. જ્યારે તેમનો પુત્ર પૂર્વા યુવાન થયો ત્યારે તેને રાજગાદી સોંપી દીધી અને પોતે વનમાં જઈ દેવી ભગવતીની ભક્તિમાં લીન બન્યા.

ઝોમની ભક્તિની પ્રસન્ન થઈને દેવી ભગવતીએ પોતાના દિવ્ય રુપના દર્શન આપી વરદાન માંગવા કહ્યુ, ત્યારે સ્ત્રીના રુપમાં ઈલાએ કહ્યુ, હે માતા તમારી શક્તિ અપરંપાર છે. બ્રમ્હા, વિષણુ અને મહાદેવ આપના ચરણોની વંદના કરે છે. સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી બનાવાની શક્તિ આપનામાં છે. માટે હે માતા, મને ફરીથી પુરુષ બનાવવાની કૃપા કરો. ઈલાની ભક્તિ અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ દેવી ભગવતીએ તેને સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધો.

ત્યારે પુરુષ બનેલા સુદુમને માતાને વધુ પ્રાર્થના કરતા કહ્યુ, હે માતા મારી વધુ એક અભિલાષા પૂરી કરવા વિનંતી કરુ છું. મને સદા માટે આપના ચરણોમાં સ્થાન આપો. ત્યારે માતા ભગવતીએ પોતાના પરમ ભક્ત એવા સુદુમનને સશરીર પોતાના પરમ ધામમાં મોકલી દીધો.

તો આ હતી કથા, રાજા સુદુમનને મળેલા પાર્વતીના શ્રાપની.